દરેકના માટે એક મન-ગમતી આ જગ્યા,
મિત્રો તેમજ સ્નેહીજનોને જોડતી આ જગ્યા,
કોઈ માટે ખાણી-પિણીની આ જગ્યા,
ત્યારે કોઈ માટે ચર્ચાની જગ્યા,
કોઈ માટે મુલાકાતની જગ્યા,
ત્યારે કોઈ માટે પરિચયની જગ્યા,
ક્યારેક સ્વાદ માળી શકાય એવી જગ્યા,
ક્યારેક એક સ્વાદને ભૂલાવી દેતી એ જગ્યા,
ક્યારેક એકલતમાં જીવી શકાય એવી જગ્યા,
કોઈ માટે આતુરતાનો અંત લાવતી એ જગ્યા,
કોઈ માટે સંબંધો બાંધતી આ જગ્યા,
કોઈ માટે જીવન ફરી એક વાર મળાવતી એ જગ્યા,
ક્યારેક ગીતોની મેહફિલ ત્યાં,
ક્યારેક પ્રેમની અનુભૂતિ જ્યાં,
ક્યારેક સોડમની ભરમાર ત્યાં,
ક્યારેક સ્વાદની સાચી ઓળખ જ્યાં,
ક્યારેક અજાણની પરખ ત્યાં,
થીમ પરથી અનોખું બનાવાતું આ સ્થાન,
દીવાલોને અલગ રીતે દર્શાવતું આ સ્થાન,
સંબંધોને નવી પરિભાષા આપતું આ સ્થાન,
નામથી સૌને પોતાના બનાવી દેતું આ સ્થાન,
અણગમતાને ગમાડી દે,
લાગણીને સમજાવી દે,
આજના જનરેશનને પોતાની,
તરફ લઈ જતું આ સ્થાન,
દરેક ક્ષણોને મનોરંજક,
તેમજ યાદગાર બનાવતું આ સ્થાન,
તેવું નોખું-અનોખું “કાફે” આ સ્થાન.