ખેતીની જમીન હોવા છતાં સોગંદનામામાં બતાવી નથી
ફોજદારી રાહે પગલા લેવા ભુજ પોલીસને રજૂઆત
ભુજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખોટું સોગદનામુ કરનારા ભુજ તાલુકા પંચાયતના સભ્ય વિનોદ લાલજી વરસાણીએ સરકાર સાથે છેતરપીંડી કરી હોય ફોજદારી પગલાલેવા ભુજ પોલીસ સમક્ષ માંગ થઇ છે.
ભુજના હુસેન મામદ થેબાએ ભુજ પીઆઇનો આવેદન આપી જણાવ્યું છે કે ભુજ તાલુકાની સુખપર-2 સીટ પર વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ લાલજી વરસાણીએ વર્ષ: 2015 અને વર્ષ 2021ની સામાન્ય ચૂંટણીમાં ખોટા સોગંદનામા કરી સત્ય હકીકતો છુપાવી સરકાર સાથે છેતરપીંડી કરી છે.
હાલે સુખપર-2ની તાલુકા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાટીના નિશાન પર વિજેતા બનેલ મિરઝાપરના રહેવાસી વિનોદ લાલજી વરસાણીએ વર્ષ 2015 અને વર્ષ 2021માં ભુજ તાલુકાની સુખપર સીટ પર ઉમેદવારી કરી વિજેતા બનેલ છે. આ બંને ચુંટણીઓમાં વિનોદ લાલજી વરસાણીએ વર્ષ 2015ના તા.8/11/2015ના કે.ડી. ઠકકર નોટરી સમક્ષ કરેલ સોગંદનામામાં ‘ખ’ વિભાગમાં સ્થાવર અકસ્માયતોની વિતગના પેરેગ્રાફ નંબરની કોલમ ખેતીની જમીનમાં પોતે કોઇ જમીન ધરાવતા નથી તેવું સોગંદ પૂર્વક જણાવ્યું છે.
હકીકતમાં જે દિવસે સોગંદનામું કરેલ એટલે કે તા.8/11/2015ના વિનોદ લાલજી વરસાણી પાસે રતીયાના સર્વે નં.80/1 વાળી જમીન તે તેમણે તા. 1/1/2010ના ખરીદ કરેલ છે એના સિવાય દહીંસરાના સર્વે નં.60/1 વાળી જમીન તા. 28/12/2011ના દસ્તાવેજ નં. 22694થી ખરીદ કરેલ છે તેમજ નારણપર રાવરીના સં.નં. 118 વાળી જમીન તા. 29/3/2012ના દરસ્તાવેજ નં. 4268થી ખરીદ કરેલા આ તમામ જમીન હાલ પર વિનોદ લાલજી વરસાણીના નામે દાખલ છે
આથી સ્પષ્ટ સાબીત થાય છે કે વિનોદ લાલજી વરસાણીએ સરકાર સાથે છેતરપીંડી કરી મિલકતની વિગતો છુપાવી અને જાણી જોઇને ખોટું સોગંદનામું કર્યુ છે.
વિનોદ લાલજી વરસાણીએ વર્ષ 2021ની સામાન્ય ચૂંટણીમાં પણ સુખપર-2ની તાલુકા પંચાયતની સીટમાં રજુ કરેલ સોગંદનામા પણ મિલકતની વિગતો દર્શાવી નથી. તા.12/2/2021ના ભગીરથસિંહ એસ. વાઘેલા સમક્ષ કરેલ સોંગદનામામાં સબંધી સ્થાવર અસ્કયામતોની વિગત વાળા ‘બ’ વિભાગમાં પેરેગ્રાફમાં ખેતીની જમીનમાં પોતે તા.11/2/2021ના મોજે નાડાપાના સર્વે નં.682 પૈકી 1 પૈકી 8 વાળી જમીન રજી. દરસ્તાવેજ નં. 2070થી ખરીદ કરેલ છે જે દિવસે મિલકત ખરીદ કરવામાં આવી તે દિવસથી ખરીદ કરનાર માલિક બની જાય છે. આથી અહી પણ સત્ય વિગતો છુપાવી સરકાર સાથે છેતરપંડી કરી છે જેથી તેની સામે ફોજદારી કરવા માંગણી કરી છે.