બારડોલી: રોજગાર કચેરી- સુરત અને બાબેન સ્થિત એસ. એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર -ઉમરાખ દ્વારા બારડોલીના બાબેન ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં વિવિધ કંપનીઓ, સંસ્થાઓ દ્વારા 320 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. જોબ ફેરમાં વાર્ષિક 7.5 લાખ સુધીના પેકેજની ઓફર થઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમારે સરકારની વિવિધ રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની સમજ આપતા ઉમેદવારોને ઘરઆંગણે આવેલી રોજગારીની તકોનો તેમજ યોગ્ય લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
આ ભરતીમેળામાં વિવિધ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કુલ 51 કંપનીઓ જોડાઈ હતી, જેમાં ગોલ્ડી સોલાર, ગિન્ઝા ઇન્ડસ્ટ્રીઝ લિ., એન. જે. ઇન્ડિયા ઈન્વેસ્ટ પ્રા. લિ, ઇઓન મેડીટેક, સોલેક્સ એનર્જી લિ., બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિ., ડો.રેડ્ડી ફાઉન્ડેશન, વેંકટેશ ઇન્ટરનેશનલ લિ. દેવચંદ એન્જીનીયર્સ પ્રા. લિ., રાજહંસ ગ્રુપ, ,એચ. એલ. ઈ. ગ્લાસકોટ લિ., ધ્રુ મોટર્સ, ગ્લોબેલા ફાર્મા. લિ. નેલ્સન ગ્લોબલ પ્રોડક્ટ્સ ઇન્ડિયા પ્રા. લિ., આશિ કેમ, બ્રેક્સ ઇન્ડિયા લિ., વન્ડર સિમેન્ટ તેમજ સ્ટર્લાઇટ પાવર જેવી નામાંકિત કંપનીઓ મુખ્ય હતી.
જોબ ફેરમાં વિવિધ પ્રકારની કુલ 1143 નોકરીઓ માટે દ.ગુજરાતના આઈ. ટી. આઈ., ધો. 12 પાસ, ડિપ્લોમા/ ડિગ્રી એન્જીનીઅરીંગ, એમ. બી. એ/બી.બી. એ., સાયન્સ, આઈ. ટી., ફાર્મસી તેમજ અન્ય સ્નાતક વિદ્યાશાખાના 1700 જેટલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 743 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે હાજર રહ્યા હતા, જેમાંથી 320 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. જેમાંથી અનુભવી અને ટેક્નિકલ ક્ષેત્રની જગ્યાઓ માટે આગામી દિવસોમાં ઉમેદવારો કંપનીઓમાં ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે જશે.
જોબ ફેરમાં રોજગાર ઇચ્છુક ઉમેદવારોમાં કૌશલ્ય વિકાસ માટે જાગૃતિ કેળવાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની તેમજ CS હેઠળ ચાલતી વિવિધ તાલીમી યોજનાઓનો ઉમેદવાર લાભ લઇ શકે એ માટે જુદા જુદા સ્કિલ સ્ટોલ ઉભા કરાયા હતા. ભરતીમેળાનું આયોજન અને સઁકલન રોજગાર કચેરી-સુરત જિલ્લા કાઉન્સેલર બિપીન માંગુકિયા તેમજ SNPITRC કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ડો. જયદિપસિંહ બારડ દ્વારા કરાયું હતું. આગામી દિવસોમાં રોજગાર કચેરી, સુરત અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા બારડોલી તાલુકાના ઉમેદવારો માટે સ્કીલ કાર્યક્રમનું પણ આયોજન થનાર છે. આ પ્રસંગે જિ.પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ,વિદ્યાભારતી ટ્રસ્ટના સેક્રેટરી કિરીટ પટેલ, કો સેક્રેટરી ભરત પટેલ, ટ્રસ્ટી મહેન્દ્ર પટેલ, મદદનીશ નિયામક (રોજગાર) કુ. પારૂલ એલ. પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાવન પટેલ, આચાર્ય ડો.પિયૂષ જૈન, ઉપ આચાર્ય ડો. મિરલ ઠક્કર સહિત રોજગારવાંચ્છું યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.