સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિનાં રોજ અખંડ ભારતના શિલ્પી, સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ નું માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ થનાર છે. આ ઉપરાંત તા.૩૧ ના દિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવેલ છે.
ત્યારે તા.૩૧ નાં રોજ સાંજે ૫.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રન ફોર યુનિટી” કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિવિધ સંસ્થાઓ અને શાળા-કોલેજોનાં પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની, નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, દંડકશ્રી અજયભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ રન ફોર યુનીટીમાં સ્કુલ એસોસીએશન, દાઉદી વોરા સમાજ, યુનિવર્સીટી, ભારત વિકાસ પરિષદ, મધુરમ ક્લબ, વાત્સલ્ય ટ્રસ્ટ, સિંધી સમાજ, વિકલાંગો દીવ્યંગો, દિનેશ કારિયા એશોશિએશન, યુ.વી. ક્લબ, આર્ટ ઓફ લીવીંગ, બોલબાલા, શિશુ મંદિર, સાંધુ સમાજ, રધુવંશી સમાજ, દલિત વાલ્મીકી સમાજ, રાજકોટ મર્ચન્ટ ઇલેક્ટ્રિક, સ્વીમીંગ એશોસિએશન, સૌની સમાજ, પુરુષાર્થ યુવક મંડળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજપૂત સમાજ, કિંગ એકેડમી, જલારામ ઝુંપડી, ગુર્જર સુથાર, આર.કે. યુનિવર્સીટી, ડી.વી.મેહતા, મન મંદિર એજ્યુકેશન, લાઈફ સંસ્થા બ્લડ બેંક, જય સરદાર, બાલભવન, ક્ષત્રિય સમાજ, ભરવાડ સમાજ, મોઢ વણિક સમાજ, આત્મીય કોલેજ, દલિત મેમ્બર્સ ઓફ કોમર્સ, પ્રગતિ એજ્યુકેશન વિગેરે સંસ્થાઓ હાજર રહેશે.
મેયરશ્રીએ રન ફોર યુનીટીમાં મહત્તમ સંખ્યામાં લોકો જોડાય અને શહેરીજનોમાં એકતાનો સંદેશ પ્રસરે એવી અપીલ કરતા એમ કહ્યું હતું કે, આ રનમાં દિવ્યાંગ ભાઈ-બહેનો ઉપરાંત સાધુ-સંતો પણ જોડાશે. મેયરશ્રીએ રાજકોટની રન ફોર યુનીટી એક યાદગાર બને તેવી અપીલ કરી હતી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરાયેલ એકતા રથ યાત્રા સફળ નીવડી તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરેલ હતો.
આશરે ૩૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો, વિવિધ સંસ્થાઓના સભ્યો, દિવ્યાંગ ભાઈ-બહેનો, તેમજ શહેરીજનો “રન ફોર યુનિટી”માં ભાગ લેશે તેવો ઉત્સાહ વિવિધ સંસ્થાઓ તરફથી દર્શાવવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, પોલીસ બેન્ડ મેઈન રહેશે.
રેસકોર્ષની અંદરનું મેદાન પાર્કિંગ માટે રાખવામાં આવશે તેમજ અન્ય જગ્યા પણ પાર્કિંગ માટે વિચારાઈ છે. લોકો મોટી સંખ્યામાં જોડાઈ એવી અપીલ પણ કરેલ હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ હેડ ક્વાર્ટરથી માર્ચપાસ્ટ(પરેડ) સાંજે ૫:૩૦ કલાકે સરદાર પ્રતિમાએ દોડવીરો હશે. ત્યાં શપથ-પ્રતિજ્ઞા લેશે પછી દોડ માટે પ્રસ્થાન કરશે. ૬:૧૫ દોડ શરૂ કરાશે અને ૬:૪૫ દોડ પૂર્ણ કરાશે.
આ સમગ્ર દોડ ૨.૭ કી.મી. ની રહેશે. આ રનમાં વિવિધ સંસ્થોના બેન્ડ રહેશે. તેમજ ત્યાં સેટ પર ચીયરીંગ ઉઉં સાથે રન કરનારનો જુસ્સો વધારવામાં આવશે. આ આયોજન રાજકોટ મહાનગરપાલિકા, જીલ્લા કલેકટર તંત્ર અને રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે આયોજન તા.૩૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે રેસકોર્સ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિવિધ જ્ઞાતિ પણ સમુદાય ઉપસ્થિત રહેશે.