- નલિયા પ્રાંત કચેરી ખાતે કચ્છ કલેકટર શ્રી અમિત અરોરા ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરાયું
કચ્છ ન્યૂઝ : અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ લખપત અને નખત્રણા તાલુકામાં આગામી ચૂંટણી અંતર્ગત કામગીરીની ચકાસણી તેમજ આગામી કામગીરીના આયોજન સંદર્ભે માનનીય કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિક કલેક્ટર વિવિધ ટીમના જિલ્લા કક્ષાના નડેલ અધિકારીઓ તેમજ ૦૧ અબડાસા વિધાનસભા મતદાર વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની મિટિંગનું આયોજન થયું હતું.
જેમાં આગામી ચૂંટણી અંતર્ગત આજ દિન સુધી થયેલ કામગીરી તથા આગામી પ્લાનિંગ સંદર્ભે માઇક્રો પ્લાનિંગ થી સુચારું આયોજન કરવા સંબંધની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા સર્વે અધિકારી તેમજ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રમેશભાઈ ભાનુશાલી