એકતા યાત્રા અખંડ ભારતની આગવી વૈશ્ર્વિક ઓળખ બની રહેશે: મીરાણી

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્ર્વ સમસ્તમાં યોથોચિત આદરાંજલી આપવા માટે ગુજરાતના બીજા એક પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે અને આગામી તા.૩૧/૧૦ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે આ પ્રતિમાનું અનાવરણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે અને સમગ્ર દેશવાસીઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો લગાવવાના હેતુથી સમગ્ર દેશભરમાં એકતા રથયાત્રાનો પરીભ્રમણ થઈ રહ્યું છે. એકતા યાત્રા અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, અશ્ર્વિન મોલીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કમલેશભાઈ મિરાણી અને નિતીનભાઈ ભારદ્વાજે ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-આદર્શને ચરીતાર્થ કરાવવાને માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તા.૩૧મી ઓકટોબરના રોજ સરદારની પ્રતિમા રાષ્ટ્રને અર્પણ થશે. તેમને શ્રદ્ધાંજલિ અર્પવા અને રાષ્ટ્રને એક બનાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉતસાહપૂર્વક આ પહેલનો પ્રારંભ કર્યો છે ત્યારે મધ્ય ચરણમાં પહોંચેલ એકતા યાત્રાને શહેરભરમાંથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.