આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે ભારતના ચુંટણી પંચની સુચના મુજબ ચુંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણની પ્રક્રિયા, ચુંટણી ખર્ચને લગતી કાનુની જોગવાઇઓ અને કાનુની જોગવાઇઓનું પાલન ન કરવાના પરિણામો અંગેની સમજ આપવા ઓબ્ઝવેર ડો. કૌશલ કિશોર, દિલીપકુમાર મિત્રા અને રાઘવેન્દ્ર તેમજ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર કે. રાજેશના અઘ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે ઉમેદવારો તથા મદદનીશ ખર્ચ નીરીક્ષકો સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ચુંટણી ઓબ્ઝર્વરઓ તથા ચુંટણી અધિકારી દ્વારા ઉમેદવારો તથા રાજકીય પક્ષોને ચુંટણી સંબંધે તથા ચુંટણી આચારસંહિતાના માર્ગદર્શન અંગે વિસ્તૃત માહીતી પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ચુંટણી સુચારુરુપે પુરી થાય તે માટે દરેક ઉમેદવાર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નોડલ ઓફીસર (ખર્ચ અને જીલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરુ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડો. પંકજ વલવાઇ, નોડલ ઓફીસર (એમ.સી.સી.) અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શૈલેષ શાહ, નોડલ ઓફીસર (એમ.સી.એમ.સી.) અને નાયબ માહીતી નિયામક એમ.વી.માલી મદદનીશ ખર્ચ નીરીક્ષકો, ઉચમેદારાે, ઉમેદવારના પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહ્યા હતા.