૧૧મીએ સૌરાષ્ટ્ર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી યોજાશે: જેમાં રાજકોટ મહાનગ૨માંરો પ હજારી વધુ કાર્યર્ક્તાઓ જોડાશે
૧૩ જુન સવારે ૧૧ કલાકે અનુ.જાતિ મો૨ચાની સાંજે ૬ કલાકે યુવા મો૨ચાની વર્ચ્યુઅલ રેલીઓ યોજાશે: મનસુખભાઈ માંડવીયા અને આત્મારામ પ૨મા૨ સંબોધન ક૨શે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રમ વર્ષ તા.૩૦ મે, ૨૦૨૦ના રોજ પૂર્ણ યેલ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ની સ્પષ્ટ નિતી, ત્વરીત નિર્ણય વડે કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે, મોદી સ૨કારે પ્રથમ કાર્યકાળની કલ્યાણકારી નિતીઓ નિરંત૨તા સો ચાલુ રાખી સૌનો સા- સૌનો વિકાસ ના સંકલ્પ અને દેશની એક્તા, અખંડીતતા, તેમજ સુરક્ષાને સુનિશ્ર્તિ કરી છે. ત્યારે પ્રદેશ ભાજપની સુચના અનુસા૨ શહે૨ ભાજપ ધ્વારા વિવિધ વર્ચ્યુઅલ – ડિજિટલ કાર્યક્રમો વિશે કમલેશ મિરાણી ધ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ.
આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખાની વિગતો આપતા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે તા. ૪ જુન રો ૧૦ જૂન દ૨મ્યાન વોટસગ્રુપ બનાવવામાં આવશે જેમાં બુદીઠ ૨૦૦ સભ્યો જોડવામાં આવશે. તા.૧૧ જૂન સૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવશે જેમા દરેક વિધાનસભામાંરો પ૦ સામાજીક આગેવાનોને જોડવામાં આવશે. જેમાં સનીક સ્વદેશી વસ્તુઓ અને આત્મનિર્ભ૨ ભા૨ત અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે. આ વીડીયો કોન્ફ૨ન્સમાં તા.૧૩ જૂનના યુવા મો૨ચા ધ્વારા સાંજે ૬ કલાકે વર્ચ્યુઅલ રેલી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સંબોધન ક૨શે અને અનુસુચિત જાતી મો૨ચા ધ્વારા સવારે ૧૧ કલાકે વર્ચ્યુઅલ રેલી જેને પ્રદેશ ભાજપ અગ્રણી આત્મારામભાઈ પ૨મા૨ સંબોધન ક૨શે. તેમજ તા.૧૧ જૂનના રોજ સૌરાષ્ટ્ર ઝોનમાં સાંજે પ કલાકે વર્ચ્યુઅલ રેલી યોજાશે. જેમાં રાજકોટ મહાનગ૨માંરો અંદાજે પ૦૦૦ રો વધુ કાર્યર્ક્તાઓ આ રેલીમાં જોડાશે. આ રેલીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેક૨ અને પ્રદેશ અધ્યક્ષ્ જીતુભાઈ વાઘાણી સંબોધન ક૨શે. તેમજ આગામી દિવસોમાં શહે૨ ભાજપ દ્વારા ઘ૨-ઘ૨ સંપર્ક અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘ૨-ઘ૨ પહોંચાડશે. તેમજ વિવિધ મો૨ચાઓ ધ્વારા આગામી દિવસોમાં માસ્ક વિત૨ણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે અને સાંસદસભ્યશ્રી તેમજ ધારાસભ્યઓ દ્વારા પણ વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવના૨ છે.