બક્ષીપંચ સમાજમાં આવતી જ્ઞાતિઓના વિકાસ માટે ભાજપ સરકાર કટિબધ્ધ છે: નરેન્દ્રભાઈ સોલંકી
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્વર નરેન્દ્રભાઈ સોલંકી અધ્યક્ષતામાં તેમજ મોરબી જિલ્લા બક્ષીપંચ પ્રમુખ જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, પછાત વર્ગ વિકાસ નિગમના વાઈસ ચેરમેન પ્રદિપભાઈ વાળા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ ભગત, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણજારીયા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી નિલેશભાઈ દેગામાની ઉપસ્થિતિતમાં નાના જડેશ્વર, મોરબી ખાતે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગુજરાતભરમાં બક્ષીપંચ સમાજનું સંગઠન મજબૂત બને એ માટે વિષદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં માર્ગદર્શન આપતા નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા-૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતમાં બક્ષીપંચ સમાજનું સંગઠન બને એ માટે ત્યારે જનસંઘ કે ભાજપના સપનાના પાયામાં છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
ત્યારે આ યોજનાઓનો ઉદ્દેશ સમાજના પછાત વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, ર્આકિ રીતે પછાત વર્ગોના સામાજિક, શૈક્ષણિક અને ર્આકિ વિકાસનો છે. અંતમાં જણાવ્યું હતું કે, ભાજપાની પંચનિષ્ઠા એટલે સામાજિક સમરસતાનું સપન કરવા માટે બક્ષીપંચ સમાજમાં આવતી આશરે ૧૪૪ી વધુ જ્ઞાતિઓને રાજય સરકારની લોક કલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓનો પુરેપુરો લાભ મળે અને રાજયમાં બક્ષીપંચ સમાજનું સંગઠન વેગવંતુ બને.