ચૂસ્ત આયોજન ગોઠવવા કલેક્ટર દ્વારા કરાઈ તાકીદ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની 13 મેની રાજકોટની સંભવિત મુલાકાતના આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કરે બેઠકના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા.

કલેકટર અરૂણ મહેશ બાબુએ સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ મુખ્યમંત્રીના આગમન સંદર્ભની તમામ આનુસંગિક વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ભૂમિપૂજન, સનદ વિતરણ, આવાસ સોંપણી, ગેસ સીલીન્ડર વિતરણ વગેરે કાર્યક્રમો વિષે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.