કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને આજરોજ પીવાના પાણીની વ્યવસ્થા અને જિલ્લામાં આવેલ ડેમ જળાશયમાં પાણીની પરિસ્થિતિ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લાના કુલ ૪૧૭ ગામો, ૪ નગરપાલિકા અને ૧મહાનગરપાલિકા માટે પાણીની વ્યવસ્થામાં  કુલ ૨૪૨ ગામ/પરાઓને નર્મદા પાઈપલાઈનથી, ૨૭ ગામ/પરાઓને ડેમ આધારીત યોજનાથી, ૧૪૭ ગામ/પરાઓને સ્વતંત્ર સોર્સ દ્વારા  અને ૧ ગામ અને ૭ પરાઓને ટેન્કર દ્વારા  પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે થયેલ સરેરાશ ૧૦૧૦ મી.મી. વરસાદના કારણે જામનગર જિલ્લાના ડેમ જળાશયમાં પાણીની પૂરતી આવક થયેલ છે હાલમાં  કુલ ૧ ગામ અને ૭ પરા વિસ્તારોમાં સ્થાનિક સોર્સમાં પાણી ખૂટી જવાથી ૧૦,૦૦૦ લિટરના ટેન્કરના ૩૦ ફેરા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગરના ડેમમાં જોવા જઈએ તો સસોઈ, ઉંડ-૧, આજી-૩, રણજીતસાગર ડેમમાં જુલાઈ મહિના સુધીનો પાણીનો જથ્થો પ્રાપ્ય છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કુલ જરૂરિયાત ૬૮ એમ.એલ.ડીની છે, જેમાંથી હાલ નર્મદામાંથી ૫૭ એમ.એલ.ડી તથા સ્થાનિક ડેમમાંથી ૧૧૫ એમ.એલ.ડી અને બાકીનું પાણી ખાલી સ્થાનિક બોર/કૂવા માંથી મળે છે. જ્યારે જામનગર શહેરની કુલ જરૂરિયાત ૧૩૦ એમ.એલ.ડીની છે, જેમાંથી હાલ નર્મદામાંથી ૧૫ એમ.એલ.ડી તથા સ્થાનિક ડેમમાંથી ૧૧૫ એમ.એલ.ડી આમ કુલ ૧૩૦ એમ.એલ.ડી પાણી પૂરું પાડવામાં આવે છે.3પ્રતિબંધિત જંતુનાશક દવાઓની નિકાસની છૂટ આપીને રૂ.૨૦ હજાર કરોડનું વિદેશી હુંડિયામણ રળશે સરકારલોક આરોગ્ય માટે જોખમી ગણાતી ૨૭ જંતુનાશક દવાઓ પર કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તાજેતરમાં પ્રતિબંધ મૂકયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.