યુવાનોને ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવીને ખેલ મહાકુંભમાં જોડાવા અપીલ કરતા કલેક્ટર
અબતક,રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રમત – ગમત વિભાગના અધિકારીઓની ખેલ મહાકુંભ અંગેની બેઠક યોજાઈ હતી . રાજયના યુવાઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજયના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2010 માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી . લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય , શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ભારતની રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તેવા શુભાશયથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષા થી રાજયકક્ષા સુધીની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવે છે . આ વર્ષે ખેલમહાકુંભનુ આયોજન તા : 14/03/2022 થી તા .01 / 05 / 2022 દરમિયાન યોજવાનુ સંભવત આયોજન છે.
રાજકોટ જિલ્લાના સંદર્ભમાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે વેબસાઇટ : સવયહળફવફસીળબવ. લીષફફિિ.ં લજ્ઞદ.શક્ષ પરથી ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરી શકે છે.ચાલુ વર્ષે પણ જિલ્લાના યુવાનો ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવે અને ખેલ મહાકુંભમાં ઉત્સાહભેર જોડાય તે માટે અપીલ તેઓએ અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે , ખેલ મહાકુંભમાં ચાલુ વર્ષે 29 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અંડર -11 , 14 , 17 તેમજ ઓપન વયજુથ એમ કુલ 4 (ચાર) વય જુથમાં સમાવેશ કરી સ્પર્ધાઓ યોજાશે . ખેલ મહાકુંભનું તા . 18/02/2022 ના રોજ થી ખેલમહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયેલ છે .
આ ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન કરવા વેબસાઇટ પર કરાવી શકાશે . આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 2746 515 તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર 0281-2442362 અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેલાડીઓએ 0281 22440081 તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર 0281- 2447080 ઉપર સંપર્ક કરીને આ ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન કરાવી શકશે . આ તકે જિલ્લા રમત – ગમત અધિકારી રાજકોટ શહેર વી.પી.જાડેજા , જિલ્લા રમતગમત અધિકારી – રાજકોટ ગ્રામ્ય પ્રવિણા પાંડાવદરા , સિનિયર કોચ રાજકોટ રમા ભદ્રા , સૌરાષ્ટ્ર યુનિ . ના ડો . જતીન સોની , જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના પ્રતિનિધિ બીનાબેન જોબનપુત્ર સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંગણવાડીના નવા 150 મકાન બનાવવાનો લક્ષ્યાંક
રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં માળખાગત સુવિધા તેમજ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની હાજરી શરૂ થતા બાળકોને પૂરતા પ્રમાણમાં પૂરક પોષણ મળી રહે અને બાળકોના આરોગ્ય તપાસણી સહિતની કામગીરી ઉપર દેખરેખ રહે તે માટે આઇ.સી.ડી.એસ. મોનીટરીંગ કમિટીની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી . રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી માટે નવા સરકારી મકાનો બનાવવા અંગે જમીનની પસંદગી કરવા પ્રાંત અધિકારીઓ સાથે સંકલન કરવા તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. નવા આંગણવાડીના 150 મકાનો બનાવવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે . આ ઉપરાંત આંગણવાડીમાં સ્વચ્છતા રહે અને શૌચાલય સહિતની સુવિધાઓ જળવાઈ રહે, પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આંગણવાડીઓમાં નિયમિત કામગીરી થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું . બેઠકમાં ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર મિતેષ ભંડેરી તેમજ સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી બાબતની સમીક્ષા બેઠક યોજાઇ
રાજકોટ નજીક હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટની બાકી રહેતી કામગીરી વહેલાસર પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ કરવાની થતી આનુંષગિક કામગીરીની રીવ્યુ બેઠક આજે કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીને તાત્કાલિક વીજ કનેક્શન આપવા અને પાણીની લાઈન પહોંચાડવા તેમજ સર્વિસ રોડ, ફ્લાયઓવર બ્રિજ તેમજ સંપાદિત કરેલી જમીનમાં ગ્રામજનો માટે વિવિધ માળખાગત સુવિધા સહિતના મુદ્દે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સંકલન રાખીને કામગીરી વહેલાસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોમાં લેવાની થતી મંજૂરીઓ ની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવા જણાવાયું હતું.આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના હીરાસર એરપોર્ટ સ્થિત ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ એરપોર્ટ ઓથોરિટી અને એજન્સી દ્વારા અત્યાર સુધી થયેલી કામગીરીની પણ વિગતો આપી હતી. આ બેઠકમાં રેવન્યુ, ડી.એલ.આર ,પીજીવીસીએલ, પાણી પુરવઠા બોર્ડ ,માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે તેમજ સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લામાં નિર્માણ પામી રહેલ ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝન, એક્સીડન્ટ ઝોનની પરિસ્થિતિ તથા અન્ય બાબતોની સમીક્ષા કરી હતી. કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન સાથે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવર્ઝનની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી. રોડ સેફટી મિટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા,રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. જે.વી. શાહ, આર.ટી.ઓ અધિકારી પી.બી.લાઠીયા,મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ. સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.