પ્રાથમિક શિક્ષણમાં પાયાની સાક્ષરતા અને એક જ્ઞાન માટે નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે રાજકોટ કોર્પોરેશન કક્ષાની બેઠક તાજેતરમાં મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફીસમાં ડે. કમિશ્નર આશિષકુમાર અઘ્યક્ષતામાં મળી હતી. કમીટીનાં સભયસચિવ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાસનાધિકારી કીરીટસિંહ પરમાર દ્વારા કોર્પોરેશનની શાળામાં FLN માટે થતા પ્રયાસોની રુપરેખા આપી તથા આગામી સમયમાં નેશનલ ઇનીસીએટીવ ફોર પ્રોહિસીઅન્સી ઇન રીડીંગ વિથ અન્ડર સ્ટેન્ડીંગ એન્ડ ન્યુમરેસી  નિયુણ ભારત મિશનના અમલીકરણ માટેની વ્યુહ રચનાઓની ચર્ચા કરવામાં આવી.

નવી શિક્ષણ નીતી NEP- 2020માં શિક્ષણમાં થનાર ફેરફાર અંગે પણ ચર્ચાઓ થઇ ખાસ તો શિક્ષણના નવા માળાખામાં ICDS  આંગણવાડીનો પણ મોટો ફાળો શાળા શિક્ષણમાં ઉમેરાશે તેથી જ પ્રોગ્રામ ઓફીસર ICDS મહાનગરપાલિકા 5ાસેથી પણ આંગણવાડીની માહીતી મેળવવામાં આવી.

આ કમીટીમાં DIEC રાજકોટ પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અધિકારી, ઉપ શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાષ્ટ્રપતિ  એવોડી શિક્ષક, નિવૃત, શિક્ષક, શિક્ષણવિદ્દ, BRP પ્રજ્ઞા સમગ્ર શિક્ષા અભિયાનને પણ આ કમીટીનાં સભ્ય તરીકે લેવામાં આવ્યા છે. આ બધાં જ સભ્યના સુચનોને લઇ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં ધો. 1 થી 3 ના પાયાનો શિક્ષણને 2026 સુધીમાં પાયાના શિક્ષણને મજબુત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.