પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટ્રીયલ શાખાની કામગીરી અને પેન્ડિગ અરજીની સમીક્ષા કરાઈ
રાજકોટ જિલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટ્રીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડીન્ગ અરજીની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટર એ સંબંધિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જાહેરનામાની અમલવારી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીઆરપીસી એક્ટ હેઠળ ની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી ,એસ.પી. જયપાલસિંહ રાઠોડ, પ્રવિણકુમાર, અધિક કલેકટર કે.બી ઠક્કર તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસુલ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપતાં કલેકટર અરૂણ મહેશ બાબુ
રાજકોટ જિલ્લાના મહેસુલ અધિકારીઓની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં બિનખેતી, તકરારી અને બીન તકરારી કેસો, મેજીસ્ટ્રેટયલ કેસો, સ્ટેમ્પ ડયુટી, 32(ક), લેન્ડ ગ્રેબીંગ વગેરે મહેસુલ વિભાગને લગતા વિવિધ બાબતોની ચર્ચા, વિચારણા અને સમીક્ષા કરાઈ હતી. જેમાં કેટલીક બાબતો માટેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને કલેકટરએ સૂચના આપી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર કેતન ઠકકર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા રજીસ્ટ્રાર વિશાલ કપૂરિયા, પૂરવઠા અધિકારી અવની હરણ, મામલતદારો સહિતના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.