વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત વોર્ડના બુથ શક્તિ કેન્દ્રો સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરાશે: સવારે 10 કલાકે વોર્ડવાઈઝ બેઠકોનો ધમધમાટ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે સંગઠન સંરચના અને આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ ઘ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત તા .26-7 ના મંગળવારે વિધાનસભા 69 ના પ્રભારી લાલજીભાઈ સોલંકી ધ્વારા વોર્ડ નં .1,2,3,8,9,10 ના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તેમજ વિધાનસભા -70 ના પ્રભારી વસુબેન ત્રિવેદી ધ્વારા વોર્ડ નં .7,13,14,17 ના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે . જેમાં વિધાનસભા -69 ના સમાવિષ્ટ વોર્ડ માટે આવતીકાલે તા .26 / 7 ભાજપ કાર્યાલય ,
માળ ખાતે વોર્ડ 1 ની સવારે 10:00 કલાકે , વોર્ડ -2 ની 10:30 કલાકે , વોર્ડ 3 ની 11:00 કલાકે , વોર્ડ -8 ની 11:30 કલાકે , વોર્ડ ની બપોરે 12:00 કલાકે અને વોર્ડ 10 ની 12:30 કલાકે બેઠક યોજાશે જેમાં લાલજીભાઈ સોલંકી માર્ગદર્શન આપશે તેમજ વિધાનસભા -70 ના સમાવિષ્ટ વોર્ડ માટે કાલે તા .26 / 7 ભાજપ કાર્યાલય , ત્રીજા માળ ખાતે વોર્ડ -7 ની સવારે 10 કલાકે , વોર્ડ -13 ની 10:30 કલાકે , વોર્ડ 14 ની 11:00 કલાકે અને વોર્ડ 17 ની 11:30 કલાકે બેઠક યોજાશે જેમાં વસુબેન ત્રિવેદી માર્ગદર્શન આપશે . આ બેઠકમાં વોર્ડમાં રહેતા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તા જેમાં વોર્ડમાં રહેતા શહેર ભાજપના હોદેદારો , વોર્ડના પ્રભારી , પ્રમુખ , મહામંત્રી , વોર્ડના કોર્પોરેટર , વોર્ડમાં રહેતા શિક્ષણ સમિતિના સદસ્યો , વોર્ડમાં રહેતા સેલ સંયોજકો , વોર્ડના તમામ મોરચાના પ્રમુખ , મહામંત્રી , વોર્ડમાં આવતા મોરચાના પ્રમુખ સાથે આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વોર્ડના બુથ – શક્તિકેન્દ્રો , પેજપ્રમુખ પેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા – વિચારણા કરાશે .
તો આ બેઠકમાં વિધાનસભા -69 અને 70 ના સમાવિષ્ટ વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી , કિશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવેલ હતું .