- લોકસભા સાસંદ શોભાના બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય રમીલા બારાની વિશેષ ઉપસ્થિતિ
આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ 2024-25 સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા – સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ 2024-25ના અમલ અંગે મંત્રીશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2024-25માં અંદાજિત રૂ.2010 લાખની જોગવાઈ સામે અંદાજિત રૂ.2214 લાખ જેટલા કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લમાં અંદાજિત 617 કામો દ્વારા 21,716 જેટલા લાભાર્થીઓને લાભ મળશે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બેઠકમાં જિલ્લામાં પાક અને કૃષિ, પશુપાલન, ડેરી, વન, પર્યાવરણ, સહકાર, ગ્રામવિકાસ, વીજળી, ગ્રામ લઘુ ઉદ્યોગ અને રસ્તાઓ, શિક્ષણ અને સરકારી અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં લોકસભા સાસંદ શોભાના બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય રમીલા બારા, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ, સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા પ્રમુખઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.