અબતક, રાજકોટ
રાજકોટના એરપોર્ટ રોડ ખાતે એરફિલ્ડ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં એરપોર્ટની સલામતીમા ટેકેટલાક મુદ્દાની ચર્ચા, વિચારણા અને સમીક્ષા કરાઈ હતી. જેમાં બર્ડ એકિટવીટી ( પંખીઓ વચ્ચે ન આવે) માટેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓન ેકલેકટરએ સૂચના આપી હતી .એરપોર્ટ આસપાસના નવા બિલ્ડિંગ, નવા વીજ પોલ વગેરે માટે એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી લેવાની તકેદારી રાખવા કલેકટરએ તાકીદ કરી હતી.
કલેકટર અરુણ મહેશ બાબુએ નવા બની રહેલા હીરાસર એરપોર્ટના કામની પણ સમીક્ષા કરી હતી. તેમજ જરૂરી સુચના અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં એરપોર્ટ ડાયરેક્ટર દિગંત વોરા, મહાનગરપાલિકા, પોલીસ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.