ખુદ હાર્દિક પટેલે તમામ જિલ્લા, તાલુકા ક્ધવીનરોને ફોન કરી મીટીંગમાં હાજર રહેવા આપેલા આદેશો

કિરીટ રાણપરીયા, ઉપલેટા પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક કાલે ધોરાજી મુકામે યોજાઈ રહી છે તેમ ઉપલેટા તાલુકા પાસ ક્ધવીનર માહિતી આપેલ છે.

છેલ્લા ચાર વર્ષ થયા ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત મળે તેવી મકકમ માંગ સાથે સમગ્ર પાટીદાર સમાજના સાથ અને સહકારથી આગળ વધી રહેલા હાર્દિક પટેલ છેલ્લા વર્ષમાં ગુજરાતમાં દુષ્કાળના ઓછાયા ઉતરતા ખેડૂતોની વેદનાને પણ વાચા આપવા ખેડૂતોના દેવા માફ કરો, જેલમાં રહેલા પાસના અલ્પેશ કથિરિયાને છોડવા સહિત સામાન્ય માનવીને પડતી મુશ્કેલીઓની માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યાં છે.

પાસના આંદોલનને કારણે ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને ભારે મુશ્કેલી મુકાયેલ અને માંડ ગુજરાતમાં ભાજપ સરકાર બચાવી શકેલ. આવા વિકટ સમયમાં ભાજપ ધડો લેવાને બદલે પાટીદાર સમાજની અનામતની માંગની કોઈ નોંધ નહીં લેતા હાર્દિક પટેલ અને તેમના સાથીદારો મકકમ રીતે આગળ વધી આગામી દિવસો માટે પાસની વિવિધ માંગણી માટે સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ યોજી રહ્યાં છે.

આ મીટીંગ પાસના એપી સેન્ટર ભાયાવદર, પાનેલી, ધોરાજી, ઉપલેટા સહિત જૂનાગઢ, જામજોધપુર, પોરબંદર, જામનગર સહિત વિસ્તારમાં ધારાસભાની ચૂંટણીમાં પાસનું બુલડોઝર ફરી વળતા ભાજપ હતો ન હતો થઈ ગયો હતો. ત્યારે આવતીકાલે સવારે ૧૦ વાગે ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પાસના હાર્દિક પટેલની આગેવાનીમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના ૧૦ જિલ્લા અને તાલુકા પાસના ક્ધવીનર તેમજ મહિલા પાસ ક્ધવીનરોની બેઠક યોજાઈ રહી છે.

આથી ઉલ્લેખનીય છે પાસની બેઠક ધોરાજીમાં મળી રહી છે તે મત વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયા પાસના સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ ક્ધવીનર છે અને લલીત વસોયા આ વિસ્તારમાં ધારાસભાની ચૂંટણીમાં પચીસ હજાર કરતા વધુ લીડના મતથી જીતીને પચીસ વર્ષ બાદ કોંગ્રેસનો વિજય ડંકો વગાડેલ હતો ત્યારે ફરી પાછુ આગામી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં બ્યુગલ વાગી રહ્યાં છે તેવા સમયે પાસ દ્વારા સૌરાષ્ટ્રમાં ફરી સળવળાટ કરતા ચૂંટણીમાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

આ અંબે માહિતી આપતા ઉપલેટા તાલુકા પાસ ક્ધવીનર જતિન ભાલોડીયાએ જણાવ્યું કે, આવતીકાલે ધોરાજીમાં પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પાટીદાર સમાજને અનામત આપો અને સુરતના અલ્પેશ કથિરીયાને જેલ મુકત કરોની મુખ્ય માંગણી રહેશે. આ બેઠકમાં હાર્દિક પટેલ સાથે સૌરાષ્ટ્ર પાસના મનોજ પનારા, અમિત પટેલ સહિત ૧૦ જિલ્લાના તેમજ તમામ તાલુકા ક્ધવીનરો અને તેની ટીમ ઉપસ્થિત રહેશે. પાસના એપી સેન્ટરના યજમાનપદે યોજાઈ રહેલી સૌરાષ્ટ્ર ઝોન બેઠકો શરળ બનાવવા પાસના જતિન ભાલોડીયા, વિઠલ હિરપરા, દિનેશ ટોપીયા, વિજય વઘાસીયા, પ્રવિણ ઢોલરીયા, નયન જીવાણી જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.