- સંસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ મુકતાનંદ બાપુ સાથે હોદેદારો તથા સંતોએ ધર્મસંસ્કૃતિ વિષયક કર્યો સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સનાતન ધર્મ સંદર્ભે બેઠક બેઠક મળી ગઈ, જેમાં સનાતન ધર્મ સંસ્થાનનો હોદ્દેદાર સંતો દ્વારા સાંપ્રત ચર્ચા થઈ છે. સનાતન ધર્મ સેવા સંસ્થાન ભારત અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક મળી ગઈ. આ બેઠકમાં સંસ્થાન રાષ્ટ્રિય અધ્યક્ષ મૂકતાનંદબાપુ સાથે હોદ્દેદાર સંતો દ્વારા ધર્મ સંસ્કૃતિ બાબત સંવાદ થયો.
આ બેઠકમાં સ્વામી બ્રહ્મચારીજી દ્વારકા, ગુજરાત એકમ અધ્યક્ષ શેરનાથબાપુ, મહામંત્રી લલિતકિશોબાપુ લીંબડી, ખજાનચી રામેશ્વરબાપુ હરિયાણી અને સભ્યો સત્યપ્રકાશ સ્વામી ગઢડા, વિજયબાપુ સતાધાર, નિર્મળાબા પાળિયાદ, ભાગવતઋષીજી, નિજાનંદ સ્વામી. વાસુદેવ મહારાજ પીપળી તથા ભઈલુબાપુ પાળિયાદ વગેરે સામેલ થયાં હતાં. સનાતન ધર્મ સંદર્ભે અગાઉ લીંબડી. જૂનાગઢ, સુરત અને ત્રંબા રાજકોટમાં સંમેલનો યોજાયાં હતાં જેમાં શાસ્ત્રો સાથે ધાર્મિક ઐતિહાસિક તથ્યો અને આસ્થા સાથે થઈ રહેલ ચેંડા અને સંસ્કૃતિ વિરોધી હાનિકારક રીતે કહેવાતી ધાર્મિક સંસ્થાઓની પ્રવૃત્તિ સામે રોષ રહેલો છે. ત્યારે ધર્મસત્તાની આ બેઠક મહત્વની રહેલ છે.