ભાદરવાના ચાર દિવસીય મેળામાં વિવિધ અવનવા કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્ર્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના લોકડાઉનને લઈને આ મેળો યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો સાવ ઓછો થતા ફરીથી વિશ્ર્વ વીખ્યાત મેળો યોજાવા જઈ રહ્યો છે.અધિકારીઓએ મેળાના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને તરણેતરનો મેળાનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે તરણેતર ખાતે સ્થાનિક અધિકારી અને સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓએ તરણેતર મેળાના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

1658547918269

ભાદરવાના ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે. આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને 200-200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ તેની મજા અલગ જ હોય છે.

તરણેતર મંદિરના અનુસંધાને તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્ર્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતાએ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રસંગ જોડાયેલો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.