ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. તારીખ 16 નવેમ્બરના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. સ્થાનિક કક્ષાએ કાર્યરત સખી મંડળોને ધધાંર્થે સગવડ ઉભી કરવા સાથે સ્થાનિક પ્રાકૃતિક ખેતીની ચિજવસ્તુઓનું માર્કેટીંગ કરવા સાથે તેઓને યોગ્ય પ્લેટફોર્મ આપી શકાય તે અંગેની દિશામાં કાર્ય કરવાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા અધિકારીઓને સૂચના આપતા કલેકટર મહેશ પટેલે, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી. સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત સરકારી જમીન/મકાનો જેવી અસ્કયામતોમાં થયેલા અનધિકૃત દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહીની સૂચના પણ, કલેકટરએ જિલ્લા અધિકારીઓને આપી હતી. બેઠકમા જિલ્લામા સ્વાસ્થ્ય સબંધિત બાબતો, નશામુક્ત ભારત અભિયાનની બાબતો, શિક્ષણની સ્થિતિ, CM ડેશબોર્ડ, ન્યૂઝ એનાલિસિસની કામગીરી, ખુલ્લામા બોર/કૂવા, ગટર લાઇન જેવા સ્થળોની ચકાસણી જેવા મુદ્દે સવિસ્તાર ચર્ચા વિચારણા કરી, કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલે સૂક્ષ્મ માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. દરમિયાન કલેકટરએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થામાં જળવાઇ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ યુવાઓમાં નશામુક્ત અભિયાન હાથ ધરવા તેઓને માર્ગદર્શિત કરવા અંગ પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.