ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે અરજન્ટ જનરલ બોર્ડ બોલાવ્યું

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા લો કમીશનને અગાઉ વકીલોને જજોના ગુલામ બનાવાના તથા બાર કાઉન્સીલોમાં નિવૃત જજો તથા લોકલ લોકોની નીમણુંક કરી બહુમતીના જોરુ વિદેશી વકીલોને પાછલા બારણેથી વકીલાતની છુટ આપવાનો તથા સ્થાનીક લોકક વકીલને ખતમ કરવાના પ્રપોઝ કાયદાનો વિરોધ કરતા દેશભરમાં દ્વારા ઉગ્ર દેખાવો થયેલા હતા.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનન મીશ્રા તથા સભ્યો દ્વારા વકીલને ખતમ કરનારા કાયદાને પાછલા બારણેથી દાખલ કરવા દેશભરના બાર કાઉન્સીલોના હોદેદારોને દિલ્હીમાં તા.૯ ને રવિવારના રોજ બેઠક બોલાવેલી હોય આ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં ધારદાર વિરોધ કરવા માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન ભરત ભગત, વા.ચેરમેન નલીન પટેલ, કીશોરભાઇ ત્રિવેદી, વિજય પટેલ, અનીલ કેલા, દીલીપ પટેલ, દીપેન દવે, બહાદુરસિંહ જાડેજા વિગેરે દ્વારા અરજન્ટ બુધવારે જનરલ બોર્ડ બોલાવવામાં આવેલું છે. આ બેઠકમાં લો કમીશનના મેમ્બર અભય ભારદ્વાજ હાજર રહેવાના છે.

લો કમીશનના ખરડાથી દરેક બાર કાઉન્સીલ ઉપર વકીલોની માતૃ સંસ્થામાં રીટાયર્ડ જજોનું વધી જશે અને નિવતૃ જજો વકીલો ઉપર કામ ચલાવશે. અને ન્યાયમૂર્તિના કહયાગરા થઇ પોતાની સ્વતંત્રતા ગુમાવી દેશે અને નિવૃત જજોને આ સુચીત ખરડાથી કામ આપવાનું ષડતંત્ર છે.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા એનેક્ષર- ર-૩ માં લો કમિશન દ્વારા સુચીત ખરડો પસાર કરેલો તે ખરડાની કોઇ ચર્ચા આ બાર કાઉન્સીલ બી.સી. આઇ. સામે શંકાથી જોઇ રહેલા છે. અને પાછલા બારણેથી આ ગુલામ બનવાનું બીલને મુક સંમતિ આપતો હોય તેમ લાગે છે.

આ કમીશનના ચેરમેન અને પૂર્વ  જસ્ટીસે પોતે પોતાના ચુકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટમાં હતા ત્યારે વિચાર ધારા વ્યકત કરેલી તે પ્રમાણેના વકીલોને ગુલાબ બનાવનારો કાયદો ઘુસાડવાનો પ્રયત્ન કરેલો છે. આ ચુકાદામાં વકીલો માટે ભારોભાર દવેષ બતાવે છે. બાર કાઉન્સીલોમાં જજો તથા અન્યોને નામી વકીલોની સતા ખતમ કરવાનો ઇરાદો ચુકાદામાં વ્યકત કર્યો છે. ભારતના ન્યાયતંત્રના વકીલો ઉપર તમામ મારનારા આ કાયદો વકીલોને ખતમ કરનારો, વકીલને ગુલામ કરનારા આ કાયદા માજ્ઞે ફરીથી દેશભરમાં વકીલો આંદોલનના માર્ગે ન્યાય મેળવવા ચડે તેવી પુરેપુરી શકયતા સેવાય રહે છે. તેમ અંતમાં બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.