સેન્ટોસાની કેપેલા હોટેલ ખાતે ન્યુકલીયર વેપન્સ પ્રોગ્રામ અંગેની સમિટ
અમેરિકન રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરીયાના શાસક સીંગાપોરનાં રિસોર્ટ આઈસલેન્ડ સેન્ટોસામાં મુલાકાત લેવાના છે. ત્યાંની કેપેલા હોટેલ ખાતે સીંગાપોરની સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સરાહ સન્દર્સે સીંગાપોર હોલ્ટને તેની હોસ્પિટલીટી માટે આભાર માન્યો હતો.
૧૨મી જૂને પ્રથમ વખત અમેરિકા અને નોર્થ કોરિયા આ બંને દેશના લીડરો બેસીને નોર્થ કોરિયાનાં ન્યુકલીયર વેપન્સ પ્રોગ્રામ વિશેની ચર્ચા કરશે. સેન્ટોસાને બીચના રાજા તરીકે ઓળખવામા આવે છે. જયા એશિયાના લેફટ ગોલ્ફ કોર્સ પણ આવેલા છે. પ્રદુષણ અને ઘોંઘાટભરેલ વસ્તીથી દૂર એક શાંતીપૂર્ણ અને સુરક્ષીત વાતાવરણનો આનંદ સેન્ટોસામાં માણી શકાય છે. અને તેમાની કેપેલા હોટલના લગ્ઝુરીયસ હાઉસો ખુબજ પ્રખ્યાત છે.