- આ કાર્યક્રમમાં BIS ના મુખ્ય વક્તાઓએ માહિતી આપી હતી
- વૈજ્ઞાનિક અભિષેકે CRS માર્કની વિગતવાર ઝાંખી પૂરી પાડી હતી
- BIS એ ISI માર્ક સલામતી અને વિશ્વસનીયતાની બાંહેધરી આપે છે : પ્રહલાદ પટેલ
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ગાંધીધામ શાખા કચેરી ખાતે ગતરોજ હોટેલ અંબર સરોવર પોર્ટિકોમાં મીડિયા કનેક્ટ કાર્યક્રમ યોજ્યો હતો. આ ઈવેન્ટનો હેતુ BIS પ્રવૃત્તિઓ, ભૂમિકાઓ અને જવાબદારીઓ તેમજ પ્રોડક્ટ માટે ISI ચિહ્ન, ઈલેક્ટ્રોનિક સામાન માટે CRS ચિહ્ન અને સોના અને ચાંદીના ઘરેણાં માટે હોલમાર્ક સહિત વિવિધ પ્રમાણો મહત્વપૂર્ણ છે તેના વિશે જાણકારી આપવાનો હતો. આ કાર્યક્રમમાં BIS ના મુખ્ય વક્તાઓ તરીકે અભિષેક વૈજ્ઞાનિક અને પ્રહલાદ પટેલ, સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસરે પ્રેઝેન્ટેશનના માધ્યમથી કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તા અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવામાં BIS કેવી રીતે ભાગ ભજવે છે તેની જાણકારી આપી હતી. સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર પ્રહલાદ પટેલે રોજિંદા જીવનમાં ગુણવત્તાના ધોરણોના મહત્વ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે BIS એ ISI માર્ક સલામતી અને વિશ્વસનીયતાની બાંહેધરી આપે છે. વૈજ્ઞાનિક અભિષેકે CRS માર્કની વિગતવાર ઝાંખી પૂરી પાડી હતી. તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર; બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ગાંધીધામ શાખા કચેરીએ 20 નવેમ્બર, 2024ના રોજ કચ્છમાં ગાંધીધામ ખાતે હોટેલ અંબર સરોવર પોર્ટિકોમાં મીડિયા કનેક્ટ કાર્યક્રમ યોજ્યો હતો. આ ઈવેન્ટનો હેતુ BIS પ્રવૃત્તિઓ, ભૂમિકાઓ અને જવાબદારીઓ તેમજ પ્રોડક્ટ માટે ISI ચિહ્ન, ઈલેક્ટ્રોનિક સામાન માટે CRS ચિહ્ન અને સોના અને ચાંદીના ઘરેણાં માટે હોલમાર્ક સહિત વિવિધ પ્રમાણો મહત્વપૂર્ણ છે તેના વિશે જાણકારી આપવાનો હતો.
આ કાર્યક્રમમાં BIS ના મુખ્ય વક્તાઓ તરીકે અભિષેક, વૈજ્ઞાનિક ‘C’; અને પ્રહલાદ પટેલ, સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસરે પ્રેઝેન્ટેશનના માધ્યમથી કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તા અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવામાં BIS કેવી રીતે ભાગ ભજવે છે તેની જાણકારી આપી હતી.
સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર પ્રહલાદ પટેલે રોજિંદા જીવનમાં ગુણવત્તાના ધોરણોના મહત્વ વિશે જાણકારી આપીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમણે જણાવ્યું કે BIS ISI માર્ક સલામતી અને વિશ્વસનીયતાની બાંહેધરી આપે છે. આ માર્કના સાધનો કે ઉપકરણો વિના સંકોચે ગ્રાહકો ખરીદી શકે છે.
વૈજ્ઞાનિક અભિષેકે CRS માર્કની વિગતવાર ઝાંખી પૂરી પાડી હતી. આ CRS માર્ક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે જરૂરી છે. તેમણે સમજાવ્યું કે આ પ્રમાણ એ સુનિશ્ચિત કરે છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉચ્ચ સલામતી અને ઉપયગોના ધોરણોને આધારે બનાવવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને સંભવિત જોખમોથી રક્ષણ મળે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ વિશ્વસનીય ધોરણોની જરૂરિયાત વધુને વધુ જરૂરી બની રહી છે. સોના અને ચાંદીના આભૂષણો માટેના હોલમાર્ક પર વાત કરીને તેમણે સમજાવ્યું કે કેવી રીતે આ પ્રમાણપત્ર કિંમતી ધાતુઓની શુદ્ધતા અને અધિકૃતતા અંગે ખાતરી આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ ચિહ્નોને સમજવાથી માત્ર ગ્રાહકોનું જ રક્ષણ થતું નથી પરંતુ જ્વેલરી ઉદ્યોગમાં ન્યાયી વ્યવહારને પણ પ્રોત્સાહન મળે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ ગુણવત્તાના પ્રોડક્ટ અંગે ભારતીય માનક બ્યૂરોના વિવિધ સ્ટાન્ડર્ડ અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે મીડિયા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી ભજવી શકે તેમ પેડવાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મીડિયા પ્રતિનિધિઓએ ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટાન્ડર્ડ જેમ કે, ISI, BIS હોલમાર્ક, CRS જેવા લોગો સાથેના પ્રોડક્ટ લોકો ખરીદે અને તેને લઈને જનજાગૃતિ વધે તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો.
રિપોર્ટર: ભારતી માખીજાણી