- કલેકટર કચેરીએ અધ્યક્ષ સ્થાને જિલ્લા ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઈ: ઉદ્યોગોમાં સંભવિત ઈમરજન્સીની સ્થિતિમાં વિવિધ વિભાગોને કેવી રીતે સંકલનમાં કામ કરવું તે અંગે ચર્ચા કરાઈ
- ઔદ્યોગિક જિલ્લા રાજકોટમાં ઔદ્યોગિક કેમિકલ-ગેસ લિકેજ અંગે કોઈ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવાના આયોજનના ભાગરૂપે જિલ્લા ક્રાઈસીસ ગ્રૂપની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા ઉદ્યોગ સલામતી અને આરોગ્ય ખાતાના નાયબ નિયામક એન.આર. ચૌધરીએ જિલ્લા ક્રાઈસીસ ગ્રુપ અંગે માહિતી આપી હતી. તથા કેમિકલ ઉદ્યોગોમાં વિવિધ પ્રકારની સંભવિત ઈમરજન્સી અને તેને પહોંચી વળવા માટે વિવિધ સ્તરના સ્થાનિક ક્રાઈસીસ ગૃપથી લઈને રાજ્ય કક્ષાના ગ્રુપની પણ જાણકારી આપી હતી. જ્યારે ડિઝાસ્ટર સેલના ઈન્ચાર્જ મામલતદાર એમ.ડી.દવેએ સમગ્ર મીટીંગની પૂર્વ ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સાથે ઉદ્યોગોમાં સંભવિત ઈમરજન્સીની સ્થિતિમાં વિવિધ વિભાગોને કેવી રીતે સંકલનમાં કામ કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી, સી.ડી.એચ.ઓ. પી.કે. સિંઘ, 108 ઈમરજન્સી સર્વિસના રિજિયોનલ પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે, રાજકોટ તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ ચૌહાણ, ફાયર ઓફિસર એ.કે. દવે, તેમજ પોલીસ, એસ.ઓ.જી., આઇ.ઓ.સી.એલ., બી.પી.સી.એલ. તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કલેક્ટર કચેરી ખાતે કાલે પલ્સ પોલીયોની સ્ટિયરીંગ કમિટીની બેઠક
સંચારી રોગ અટકાયત માટેની જિલ્લા કક્ષાની સ્ટીયરિંગ કમિટીની બેઠક 19મીએ યોજાશે
પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ માટેની જિલ્લા સ્ટિયરિંગ કમિટીની મીટીંગ 15 જૂનના રોજ બપોરના 1 કલાકે કલેકટર કચેરીના સભાખંડ રાજકોટ ખાતે યોજાશે. આ બેઠકમાં સબંધિત અધિકારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા પલ્સ પોલિયો સ્ટિયરિંગ કમિટી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સંચારી રોગ અટકાયત માટે જિલ્લા કક્ષા સ્ટીયરિંગ કમિટીની આગામી બેઠક કલેકટર રાજકોટ અને જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને 19 જૂને કલેકટર કચેરીના સભાખંડ, રાજકોટ ખાતે બપોરે 3:30 કલાકે યોજાશે. જેમાં સબંધિત અધિકારીઓને ઉપસ્થિત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવવામાં