દાદરા નગર હવેલી અને દમણદીવ પ્રસાશન દ્વારા ગાયત્રી મંદિર મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમા રાખવામા આવ્યો હતો,જેમા ખાસ કેન્દ્રીય જનજાતિય વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી રેણુકા સિંહ સરુતા ઉપસ્થીત રહ્યા હતા,કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્યો હતો,,આરોગ્ય સચીવ ડો.એ.મુથમમાએ સ્વાગત સંબોધન કર્યું હતુ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી,ત્યારબાદ મંત્રીના હસ્તે વિવિધ યોજનાનુ લોકાર્પણ કરવામા આવ્યુ
હતુ,બાદમા લાભાર્થીઓને વિવિધ કીટ, શાળાની વિદ્યાર્થીનીઓને સાયકલ,લેપટોપનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ,બાદમા કેલેન્ડરનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ,મંત્રી રેણુકા સરુતાએ સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી,અને દેશના લોકોને સરકાર દ્વારા વિવિધ લાભો આપવામા આવી રહ્યા છે એનો લાભ લેવા જણાવ્યુ હતુ,આ અવસરે પ્રસાશક પ્રફુલભાઈ પટેલ,દાનહ સાંસદ મોહનભાઇ ડેલકર,દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ,માજી સાંસદ,જીલ્લા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ, સરપંચ,સભ્યો,સહિત અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા,