૧૧૦ બાળ વૈજ્ઞાનિકોએ ૫૫ કૃતિઓ પ્રદર્શિત કરી
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ આયોજીત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ નું બામણાસા પે.સેન્ટર શાળાની પેટા શાળા શ્રી મૂળીયાસા પ્રાથમિક શાળામાં યોજાયું હતું. જેમાં પુર્વ ધારાસભ્ય મામલતદાર નાયબ મામલતદાર જિલ્લા સંધના મંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેની તેમજ બીઆરસી આરસી બીઆરપી તથા તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિતમાં દિપપ્રાગટય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કુલ અગીયાર કલ્સ્ટરમાંથી જુદી જુદી શાળાઓના ૧૧૦ બાળ વૈજ્ઞાનિક એ ૫૫ કૃતીઓ પ્રદર્શીત કરી હતી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી જુદી જુદી કૃતીઓનું આમંત્રિત મહેમાનો શિક્ષણ વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સહિત બારસો જેટલા લોકોએ
કૃતીઓ નિહાળી હતી અને કૃતીઓ રજુ કરનાર બાળ વૈજ્ઞાનિકોમાં રહેલા કૌશલ્યને બીરદાવી હતી.