વિઘાર્થીઓની કલા કૃતિઓ નિહાળી: લોકો મંત્રમુગ્ધ
વસંત અને પાનખરનો સંબંધ સિકકાની બે બાજુ જેવો છે. ત્યારે સુખ અને દુ:ખમાં સમતા કેળવવાથી જીવનની વસંતને માણી શકાય છે. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યો અને જીવનમૂલ્યો એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. જીવનનાં સુખ દુ:ખ અને આનંદ વૈભવ એ પણ પ્રકૃતિ પરંપરાનો અંશ અને વંશ છે. જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિ. ના સેનેયર વિવેક હિરાણીએ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોમિંગ આર્ટસના મઘ્યસ્થ ખંડ ખાતે યોજાયેલ વસંતના વધામણા કાર્યક્રમ પ્રસંગે કહ્યું હતું.
વસંતના વધામણાના આ અવસરે કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી વિવેકા હિરાણી, કોલેજના પ્રિન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિ. ની પરફોમિંગ આર્ટસ ફેકલ્ટીના ડીન ડો. ભારતીબેન રાઠોડ, મોટી વેશનલ સ્પીકર સચિનભાઇ ઉપરાંત મોટી સંખ્યામાં સંગીત નૃત્ય પ્રેમીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિઘાર્થીઓ તેમજ વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કોલેજની કથક વિભાગની વિઘાર્થીનીઓએ કૌશિકઘ્વનિ અને કેદાર રાગ આધારીત કથક નૃત્ય સાથે સરસ્વતિ વંદના રજુ કરી કોલેજનાં ગાયન વિભાગના વિઘાર્થી, વિઘાર્થીનીઓ દ્વારા શાસ્ત્રીય રાગ બસંત અને બહાર આધારીત બંદીશોમાં સરસ્વતિ વંદના કરી વાતાવરણને વસંતમય બનાવ્યું હતું. સાથે કોલેજના તબલા વિભાગના વિઘાર્થીઓ દ્વારા તાલ કચેરી વાદન શૈલીની રજુઆત કરી વસંત ના પમરાટને ઓર ઘેરો બનાવ્યો હતો. જયારે સુગમ સંગીતની રચનાઓ તેમજ વસંતઋતુને અનુરુપ જુના ફિલ્મીગીતોની પણ ભાવસભર રજુઆતો થઇ હતી. કથકની વિઘાર્થીનીઓ દ્વારા આ પ્રસંગે વસંત થાટની રજુઆત સમયે મોટી સંખ્યામાં ઉ૫સ્થિત દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા.