- ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, બોઈલરમાંથી ઓઇલ લીકેજ થતાં આગ લાગી: જાનહાની ટળી
જેતપુરના ધોરાજી રોડ રોડ પર કેનાલ પાસે આવેલી રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ નામની કાપડની ફેક્ટરીમાં મોડી રાત્રે બોઇલર નું ઓઇલ લીકેજ ના કારણે આગ લાગવાની ઘટનાથી અફડા તફડી મચી જવા પામી હતી. આ બનાવની જાણ જેતપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડ ને જાણ થતા ફાયર ફાઈટર સાથે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ધનાની ટળી હતી.આગની ઘટનાથી આશરે 70 થી 80 લાખનું નુકસાન થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ કેનાલ નજીક આવેલી રામેશ્વર નામની કાપડની ઇન્ડસ્ટ્રીઝમાં એ રાત્રે દોઢ કલાકે આગ લાગવાની ઘટનાની કોલ જેતપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ ને થતા ફાયર ફાઈટર સાથે સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. મોટી જાનહાની ટળી હતી. આગને કારણે સરસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળેલ છે આગથી આશરે રૂપિયા 70 થી 80 લાખનું નુકસાની થયા નું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવે છે. આગ બોઇલર નું ઓઇલ લીકેજ હોવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.