અમરેલી દસનામ ગોસ્વામી મહામંડળ આયોજીત પ્રથમ વખત જિલ્લા લેવલે ભવ્ય સમુહલગ્નોત્સવ અમરેલી મુકામે યોજાશે.તા૧૬/૨/૨૦૨૦ ને મહા વદ આઠમને રવિવારે મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ આયોજીત પ્રથમ વખત સૌરાષ્ટ્ર લેવલે ભવ્ય સમુહલગ્નોત્સવ અમરેલી મુકામે યોજાશે,આ સમુહલગ્નોત્સવ માટે સૌરાષ્ટ્રના દસનામ સમાજમા ભારે થનગનાટ જોવા મળી રહેલ છે તેમજ ઓલ ઇન્ડિયા અખાડા પરિષદના મહા મંડલેશ્વરો સંતો મહંતો દસનામ સમાજના આગેવાનો હાજરી આપશે તેઓમાં પણ ઉત્સાહ અના થનગનાટ જોવા મળી રહેલ છે તેમજ સાથ સહકાર મળી રહેલ છે આ મહાસમુહલગ્નોત્સવમા મોટી સંખ્યામાં દસનામ સમાજના નવદંપતિઓ પ્રભતામા પગલાં પાડશે તેમજ આ મહાસમુહ લગ્નોત્સવમા જોડાનાર ક્ધયાઓને કુવરબાઇનુ મામેરુ સહિતની જે સરકારી યોજનાઓ છે તેના લાભો અપાવવામા આવશે તેમજ કરિયાવરમા એક સો ઉપરાંત ની ચીજવસ્તુઓ દિલેર દાતાઓ તરફથી આપવામા આવનાર છે લગ્નમાં જોડાવા માગતા હોય તેણે મો.નં ૯૪૨૬૮૭૧૮૭૧ પર કોન્ટેક્ટ કરી વહેલી તકે નોંધણી કરાવી દે તેમજ લગ્નમાં જોડાનાર વર ક્ધયાની ઉમર સરકારના નિયમ મુજબ હોવી જરૂરી છે અગાવ અમરેલી જીલ્લા મા જે અલગ અલગ તાલુકા લેવલે સમુહલગ્નો થતા તે તમામ આયોજકો પણ આ સમુહલગ્નોત્સવમા જોડાઇને સંપુર્ણપણે સમથઁન આપીને એકતા નુ દશઁન કરાવી રહેલ છે.એક જ જગ્યાએ એક જ તારીખે સમુહલગ્નોત્સવ યોજાવાથી ખચઁમા ખુબજ રાહત મળશે તેમજ દાતાઓના આગેવાનો ને જે અલગ અલગ તારીખોમા થતા સમુહલગ્નોત્સવ હાજરી નહી આપવી પડે તેથી તેઓનો કિમતી સમય તેમજ ટ્રાવેલીંગ ખચેઁ પણ બચશે તેમજ ગુજરાત ભરના દસનામ સમાજના ભાઇઓ એક જ જગ્યાએ બધા એકબીજા ના પરિચયમાં આવી હળીમળી શકશે.અગાઉ અમરેલી મુકામે યોજાયેલ મીટીંગ મા વિવિધ તાલુકાના આયોજકોએ પોતાના તાલુકા લેવલના આયોજનો બંધ રાખીને આ મહાસમુહલગ્નોત્સવમા જોડાવાની જાહેરાત કરેલ છે સૌરાષ્ટ્રના ગોસ્વામી સમુહલગ્નોત્સવ સમિતિઓ આ આયોજન મા જોડાઇને સમથઁન આપીને સમાજની એકતા નુ દશઁન કરાવેલ છે મોટાભાગના આયોજકોએ સમથઁન કરેલ છે મહાગુજરાત ગોસ્વામી મહામંડળ પ્રેરીત આ મહાસમુહલગ્નોત્સવના આયોજન ને લયને તમામ આગેવાનો કાયઁકરોમા ભારે ઉત્સાહ થનગનાટ જોવા મળી રહેલ છે તેમજ મહાગુજરાત ગોસ્વામી મહામંડળ ના તમામ પદાધિકારીઓ ખભેખભો મીલાવીને આ મહાસમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે તન મન ધનથી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે એમ ધમેઁન્દ્રગીરી લાલગીરી ગોસ્વામી (પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ મહામંડળ)ની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા