૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે: બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનો ઘડી કઢાયા: દિકરીઓને ૧૩૫ વસ્તુઓની ભેટ
રાજકોટ શહેરમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત વરિયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ યોજાનાર છે. આ સમૂહ લગ્નમાં ૧૪ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે
રાજકોટમાં રહેતા વરિયા વંશ પ્રજાપતિ સમાજના યુવાનોએ નવ વર્ષ પૂર્વે નબળા પરિવારો માટે મદદરૂપ થવા માટે એક સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી હતી જે સોશિયલ ગ્રુપ થકી સૌ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નમાં એક સાથે ૨૪ દિકરીઓએ ભાગ લેતા સોશિયલ ગ્રુપને બહોળી સફળતા મળી હતી ત્યારબાદ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજન દર વર્ષે કરવાનું નકકી કરાયું હતું ત્યારે આજે સોશ્યલ ગ્રુપ દ્વારા દસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરી ગુરૂવારના રોજ મવડી પાળ રોડ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓને આશીર્વચન પાઠવવા હળવદ નકલંક ધામથી મહંતશ્રી દલસુખ મહારાજ રાજકોટ સીતારામ આશ્રમના મહંત શ્રી ગાંડીયા બાપુ ખાસ ઉપસ્થિત રહેનાર છે સાથોસાથ સમાજના એક એક વ્યકિત પરિવાર સાથે ઉપસ્થિત રહી દીકરીઓને સાસરિયે વળાવશે. આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે ચેરમેન પ્રકાશભાઈ લાઠીયા, ડો.દર્શનભાઈ સુરાણી, બાબુભાઈ લાઠીયા, મહેશભાઈ હરણેશા તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ સમગ્ર સમુહ લગ્નમાં એનાઉન્સ તરીકે યુનિવર્સલ સ્કૂલના ડો અરૂણભાઈ સુરાણી, કિરીટભાઈ સરધારા તથા ધર્મેશભાઈ હરણેશા સેવા આપી રહ્યા છે.
સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નની સાથોસાથ છેલ્લાં આઠ વર્ષથી સમાજના તેજસ્વી છાત્રોને બિરદાવવા માટે વિદ્યાર્થી સન્માનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.જે માટે સોશિયવ ગ્રુપની શિક્ષણ સમિતિના ચેરમેન અરૂણભાઈ સુરાણી, ચિરાગભાઈ મોરીધરા વિશાલભાઈ વીસપરા, કલ્પેશભાઈ સરધારા, હિતેશભાઈ લિંબાસીયા, મૌલિકભાઈ સીતાપરા તથા તેમની ટીમ જહેમત ઉઠાવતી હોય છે તે ટીમ સમૂહ લગ્નમાં પણ કાર્યરત રહી સોશ્યલ ગ્રુપને મદદરૂપ થાય છે.
આમ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સોશ્યલ ગ્રૃપના પ્રમુખ જેન્તીભાઈ મોરીધરા મંત્રી પ્રવિણભાઈ સુરાણી, ઉપપ્રમુખ શૈલેષભાઈ ટીંબલિયા,સહમંત્રી અતુલભાઈ સુરાણી, ટ્રસ્ટીઓ રમેશભાઈ લાઠીયા, ચંદુભાઈ વિસપરા, અરવિંદભાઈ હરણેશા, જેન્તીભાઈ લાઠીયા, વિપુલભાઈ હરણેશા, પ્રફુલભાઈ મારડિયા, કમલેશભાઈ નળીયાપરા, મનસુખભાઈ લાઠીયા, હિરેનભાઈ મારડિયા, શૈલેષભાઈ જોટાણીયા, કમલેશભાઈ ગોદળકા, પરેશભાઈ સરવૈયા, જયેશભાઈ જોટાણીયા, અશોકભાઈ વરમોરા તથા રસિકભાઈ રાખશિયા જહેમત ઉઠાવી રહ્યા છે.