અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજીત: ૧૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે
રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત લેવલે જ નહિ પરંતુ સમગ્ર વિશ્ર્વમાં રાજપૂત સમાજમાં જે સંસ્થાનું અદકેરૂ સ્થાન છે. તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા સમુહ લગ્નનું આયોજન રાજકોટ ખાતે છેલ્લા ૧૫ વર્ષથી કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ભૂજ ખાતે પણ રાજપૂત સમાજના સામાજીક ક્રાંતીનો પાયો નાખવામાં આવેલ છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ જિલ્લા તથા શહેર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ક્ષત્રીય રાજપૂત (ગિરાસદાર) સમાજનો સમુહ લગ્નોત્સવ તા.૧૬.૨ને રવિવારના પીટી જાડેજા, આશાપુરા ફાર્મ, શીતલપાર્ક બસ સ્ટોપ પાસે, ૧૫૦ ફીટ રીંગરોડ ખાતે યોજવામાં આવનાર છે. તા.૧૬.૨ના રોજ એન.કે. જાડેજા ક્ધયા છાત્રાલય, રાજકોટ ખાતે ૨ કલાકે વર ક્ધયા આગમન થશે ૪ કલાકે વર ક્ધયા સ્વાગત યાત્રા યોજવામાં આવનાર છે. સાંજે ૬ કલાકે હસ્તમેળાપ ત્યારબાદ ૬.૩૦ કલાકે આર્શિવચન સન્માન સમારોહ યોજાશે ૭ કલાકે ભોજન સભારંમનું આયોજન કરવામાં આવેલ છે. અ.ગુ.રા. યુવા. સંઘના રાજકોટના પી.ટી. જાડેજા (હડમતીયા જં.) ચેરમેન, કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) ક્ધવીનર, કિશોરસિંહ જેઠવા (પાંડાવદર), ક્ધવીનર, હિતેન્દ્રસિંહ ઝાલા (કોઠારીયા જ.) સહ ક્ધવીનર), કનકસિંહ ઝાલા (બલાળા), પથુભા જાડેજા (ખોખરી), હિતેન્દ્રસિંહ ઝાલા (ઈગોરાળા), નિર્મળસિંહ ઝાલા (નેકનામ), અશોકસિંહ જાડેજા (દોમડા), મહિપતસિંહ પરમાર (ટીકર), ચંપકસિંહ જાડેજા (વડાળી), જયપાલસિંહ જાડેજા (રતનપર), સુખદેવસિંહ જાડેજા (મકાજી મેઘપર), ઓમદેવસિંહ ઝાલા (રતનપર), જયશ્રીબા પી. જાડેજા (હડમતીયા જં.) હિનાબા ગોહિલ (કુકડ) સીતાબા જેઠવા (મોરાણા), રજનીબા રાણા (અરણીટીંબા), હંસનીબા જાડેજા (નાનામવા), પુર્ણાબા ગોહિલ (ગૃહમાતા) વિગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ વર્ષ કુલ ૧૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડી પોતાના જીવનની નવી રાહ પર પધારશે. નવદંપતિને ભેગા સોગાદમાં સોના, ચાંદી, ફર્નિચર, પંખો, મીકસચર, બ્લેન્ડર જેવા ઈલેકટ્રીક સામાન, કપડાની જોડી, ચણીયાચોલી, સ્ટીલના વાસણનો સેટ, પ્લાસ્ટીક, બોકસપલંગ, સ્ટીલ તીજોરી કબાટ, ગાદલું, બેડસીટ, બ્લેકેટ, મંગલ સુત્ર વિગેરે જેવી ૪૫ જેટલી નાની મોટી ભેટ સોગાદ નવ દંપતિને આપવામાં આવશે.
મુખ્ય મહેમાનોમાં મહેન્દ્રસિંહ જાડેજા રીબડા, ડો.જયેન્દ્રસિંહજી જાડેજા, જાબીડા, જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ગોંડલ, સમુહ લગ્નના આજીવન દાતા સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા, જુની કલાવડી, પૃથ્વીસિંહ ઘોઘુભા, હેમતસિંહ જાડેજા ઘંટેશ્ર્વર, પરાક્રમસિંહ જાડેજા, જયોતિસીએનસી, મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (પડાણા) જે.એમ.જે. ગ્રુપ રાજકોટ, ખોડુભા મહિપતસિંહ જાડેજા, ઘંટેશ્ર્વર, પ્રવિણસિંહ કનુભા વાઘેલા, ભાડેર, હનુમંતસિંહ જાડેજા, મેમાણા, મનોહરસિંહ જાડેજા ડી.સી.પી. રાજકોટ શહેર પોલીસ ઝોન ૨, પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, દિપકસિંહ ઝાલા, અંકેવાડીયા કિશોરસિંહ જાડેજા, નાનામવા, મહેન્દ્રસિંહ પરમાર, દેવળીયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મહિલા કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત પ્રદેશદશરથબા પરમાર, દેવળીયા, જયશ્રીબા પી. જાડેજા હડમતીયા જે. અજીતસિંહ જાડેજા (ભુણાવા) નરેન્દ્રસિંહ જાડેજા (શાપર), યશવંતસિંહ રાઠોડ, સંકલ્પ શકિત, નિલેષસિંહ ઝાલા, વણા, હોટલ આર.આર. ઈન, દિલીપસિંહ જાડેજા તથા ચેતનસિંહ જાડેજા (ઈટાળા) પવન ક્ધસ્ટ્રકશન્સ, જયરાજસિંહ જાડેજા તથા જયોતિરાજસિંહ જાડેજા, નાના મવા, પ્રધ્યુમનગ્રુપ આઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સમગ્ર ગુજરાત પ્રદેશના તથા જીલ્લાનાં હોદેદારો પધારશે. આ ઉપરાંત રાજકોટ ક્ષત્રીય સંગઠનોનાં આગેવાનો તથા રાજકોટ જિલ્લા તથા શહેરનાં ક્ષત્રીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આર્શીવાદ પાઠવવા પધારશે.