લગ્ન બાદ પૂર્વ પ્રેમી પતિને ફોન કરી હેરાન કરતો: પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું

શહેરમાં ભૂતકાળના પ્રેમ સંબંધમાં અનેક વખત યુવતીઓને પજવણીનો ભોગ બનવું પડતું હોય છે. એટલું જ નહિ અનેક વખત એવા પ્રેમ સબંધના કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. એવી રીતે ગઇ કાલે શહેરમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાટરે રિસામણે આવેલી પરિણીતાએ પૂર્વ પ્રેમીના કારણે વખ ઘોળ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર ખુશી મેહુલ વાઘેલા નામની 20 વર્ષીય પરિણીત તેના દાદી અને ફઈ રેખાબેન સાથે મોટી થઈ હતી. વર્ષ 2019માં ખુશી જ્યારે સગીરવયની હતી ત્યારે રેલનગરમાં રહેતાં ચિરાગ બકુલ જેઠવા નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જે બાદ યુવકે પોતાનું પોત પ્રકાશી સગીરાને તમામ હદે હેરાન કરવાનું ચાલું કરી દેતાં અંતે કંટાળીને સગીરાએ યુવક પર પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સગીરાને મનોમન નવી ઝીંદગી શરૂ કરવાનો વિચાર આવતાં તેને કેસ પાછો ખેંચી લઈ યુવક સાથે સમાધાન કરી લીધું હતું.

સગીરા યુવાનીકાળમાં પ્રવેશ્યા બાદ તેમના ત્રણ માસ પેહલાં જ જામનગરમાં જેલવાસ વિસ્તારમાં રહેતાં મેહુલ વાઘેલા નામના યુવક સાથે લગ્ન થયાં હતાં. લગ્નના બે દિવસ બાદ યુવતીના પૂર્વપ્રેમી ચિરાગે ફરીવાર પોતાનો અસલી રંગ બતાવી યુવતીના પતિને ફોન કરી પોતાની જૂની વાત કરી હતી. જેથી ખુશીનો પતિ તેને તેના માવતરના મૂકી ગયો હતો. જે બાદ યુવતી અને તેના ફઇ બે દિવસ પહેલા પૂર્વપ્રેમીના ઘરે તેમની ઝીંદગી ના બગાડવા માટે સમજાવવા ગયેલ હતાં. જ્યાં હાજર ચિરાગના પિતા બકુલ જેઠવાએ યુવતી અને તેના ફઇને તમારે જે કરવું હોય તે કરી લો અમે ડરતા નથી કહી બંનેના હાથ પકડી હડધૂત કર્યા હતાં. જેનાથી કંટાળીને પરિણીતાએ પગલું ભર્યું હતું. બનાવ અંગે પ્ર. નગર પોલીસે યુવતીનું નિવેદન નોંધી તપાસ હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.