લોકોને  ફસાવી પૈસા  પડાવતી ગેંગના સત્યને રાજસ્થાનથી એનઓજીએ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમરેલીના સાંસદને  ન્યુડ વિડીયો કોલ વોટસપ મારફત કરી તેને એડીટ  કરી વાયરલ કરવાના  કેસમાં અમરેલી  સાયબર પોલીસે   આ ગેંગના  એક સાગરીતને રાજસ્થાનથી ઝડપી  પાડી વધુ  કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ અમરેલી  સાયબર  પોલીસ મથકના   પીઆઈ સી.એસ. કુગસીયાએ જણાવ્યું હતુ કે અમરેલીનાં  સાંસદ કાછડીયા રાત્રીનાં  પોતાની ઓફીસમાં હતા ત્યારે  તેમના નંબર પર વોટસએપ કોલ આવ્યો હતો. જેતેને ઉઠાવતાં  સામેથી નગ્ન દ્રશ્યો દેખાતા  તેને ફોન કાપી નાખ્યો હતો બાદ વિડીયો કોલ કરેલા શખ્સે  તે વિડીયોને એડીટ કરી  વાયરલ કરવાની ધમકી આપી હતી જેની ફરિયાદ થતા પોલીસે  ધમકી આપનાર શહીદખાન રજાકખાન મેવ નામના શખ્સની રાજસ્થાનથી ધરપકડ કરી છે. અને આ ગેંગનાં વધુ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.