- ગેરકાયદે હથિયાર પકડવાનો સીલસિલો યથાવત
- એક શખ્સને ગેરકાયદે હથીયાર સાથે ઝડપાયો
જામનગર ન્યૂઝ : જામનગર પંથકમાંથી ગેરકાયદે હથિયાર પકડવાનો સીલસિલો યથાવત રહ્યો છે. એસ.ઓ.જી. ની ટીમે તાજેતરમાં એક શખ્સની હથિયાર સાથે અટકાયત કરી લીધા પછી પંચકોશી બી. ડિવિઝન પોલિસે ઠેબા ચોકડી પાસેથી વધુ એક શખ્સને ગેરકાયદે હથીયાર સાથે ઝડપી લીધો છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં મસિતીયા રોડ પર રહેતો કમાલ મુખ્તારભાઈ અંસારી નામનો શખ્સ કે જે પોતાની પાસે ગેરકાયદે હથિયાર રાખીને ફરી રહ્યો છે, તેવી બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલિસે પહોંચી જઇ ગઈકાલે ઠેબા બાયપાસ ચોકડી ચેક પોસ્ટ પાસે જ ગોઠવી હતી. તે દરમિયાન આરોપી ત્યાંથી પસાર થતાં તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેના કબજામાંથી ડબલ બેરલ વાળો તમંચો મળી આવ્યો હતો.
જેથી પોલિસે ગેરકાયદેસર હથિયાર કબજે કરી લીધું છે અને આરોપી કમાલ અન્સારી સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયારધારા ભંગ અંગેના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કાર્યવાહી પ્રો.આઇ.પી.એસ અજયકુમાર મીણા સાહેબ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર સી.એમ.કાંટેલીયા , એ.એસ.આઇ. પી.કે.જાડેજા , એ.એસ.આઇ. એમ.એલ.જાડેજા તથા પો.કોન્સ. સુમીતભાઇ શિયાર , પો.કોન્સ.મેહુલભાઇ વીસાણી, હરપાલસિંહ જાડેજા, રાજદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
સાગર સંઘાણી