એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમી મુજબ ભાણવડ નજીકના જામજોધપુર રોડ ઉપર આવેલા ત્રણ પાટીયા નજીકથી પસાર થઈ રહેલા જી.જે. ૧૦ ડીજી ૧૬૭૦ નંબરના કાળા કલરના અક્ટિવા મોટરસાયકલને અટકાવી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ મોટરસાયકલમાં ચૂનાના કોથળામાં જુદા જુદા પેકેટ બનાવીને લઈ જવાતા કુલ ૧૦ કિલો ૪૬૪ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને થાપ આપવાના ઈરાદે ચુનાના બાચકામાં લઈ જવાતો કુલ રૂપિયા ૧,૦૪,૬૪૦ ની કિંમતનો ૧૦.૪૬૪ કિલો ગાંજો પોલીસે કબજે કર્યો હતો.આ જથ્થો રાત્રિના અંધારાના સમયમાં લઈને નીકળેલા મૂળ જામજોધપુરના ખારાવડ પ્લોટ ખાતેના રહીશ અને હાલ સુરતના કામરેજ વિસ્તારમાં સ્થાયી થઈ અને ડ્રાઇવિંગ કામ કરતાં બટુક ઉર્ફે બુઢ્ઢાભાઈ કમાભાઇ લખમણભાઈ પરમાર નામના ૪૧ વર્ષના યુવાનને દબોચી લેવામાં આવ્યો હતો.પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના એકટીવા મોટરસાયકલ સહિત કુલ રૂ. ૧,૪૬,૬૪૦ નો મુદ્દામાલ કબજે કરી, ગાંજાનો જથ્થો લઇને આવનાર બટુક ઉર્ફે બુઢ્ઢાભાઈ પરમાર સામે એન.ડી.પી.એસ.ની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અર્થે ઉપરોક્ત શખ્સને ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દિનેશભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, નિલેશભાઈ કારેણા, રાકેશભાઈ સિધ્ધપુરા તથા કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો, શુભ દિન.
- ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી પટેલના હસ્તે સન્માન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ કરી લૉન્ચ
- ગીર સોમનાથ: ખેડૂત એકતા મંચના આગેવાની હેઠળ 30 ગામના ખેડૂતો દ્વારા આવેદન પાઠવાયું
- ASUS ROG એ CES 2025માં મચાવી ધૂમ…
- સુરત: સરથાણામાં પતરાના શેડમાં ચાલતું જાણીતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું કારખાનું ઝડપાયું
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો સાસંદ રૂપાલા-મોકરિયાના હસ્તે પ્રારંભ