કપાસના વાવેતર સાથે ગાંજાના છોડનું વાવેતર કરતા એસ.ઓ.જી દબોચી લીધો

અબતક, સમીર વિરાણી, બગસરા

બગસરા ગામે માળ ગામની સીમ તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોગનભાઇ રામજીભાઇ નામનો શખ્સ પોતાના કબ્જામાં વાડીખેતરમાં કપાસના વાવેતર સાથે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનાં છોડનું વાવેતર કરતા હોવાની બાતમી એસ ઓ જી ને મળતા ટીમે દરોડો પાડી કુલ રૂા.25,750 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

વિગતો મુજબ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. એસ.એમ.સોની ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા એસ.ઓ.જી ઈન્ચાર્જ પી.આઈ. એસ.એમ.સોની તથા એસ.ઓ.જી. ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે બગસરા ગામે માળ ગામની સીમ તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોગનભાઇ રામજીભાઇ રહે.બગસરા, ગોકુલપરા, બાલમંદિર પાસે પોતાના કબ્જામાં વાડીખેતરમાં ગેરકાયદેસર માદક પદાર્થ કપાસની આડમાં ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે જ્યાં પોલીસે રેડ પાડી ગોગનભાઇ શેખને પકડી તેની પાસેથી વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડ નગ-6 વજન 5 કિલો 50 ગ્રામ કિ.રૂ.25,250 તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.25,750 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.