- થોરાળા,ભક્તિનગર, એ ડિવિઝન સુરત અને કેશોદ સહિતના 8 ગુનાંના ભેદ ઉકેલાયા
સૌરાષ્ટ્ર તથા રાજકોટના લોકોને ફેસબુકમાં સસ્તા આઈફોનની જાહેરાત કરી ઓનલાઈન રૂપિયા પડાવી લેતા સુરતના શખ્સની થોરાળા પોલીસ ઝડપી લઇ પૂછપરછ કરતા રાજકોટ સહિત 8 થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રિંગરોડ પર ઉમિયા ચોક કિશાન પાર્ક શેરી નં.3 માં રહેતાં નેહલભાઇ દીનેશભાઈ ગોરસીયા એ જયદીપ નામના સામે ખોટી ઓળખ આપી 55 હજારનો આઇફોન અપાવી તેની પાસેથી 31 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે પીઆઈ એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી સહિતનો સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
જેમાં સુરતમાં રહેતો જયેશ ઉર્ફે જયદીપ ઉર્ફે ડેવિલ ઉર્ફે જયુ વિઠ્ઠલ ઝાલા ચુનારાવાડ ચોક પાસે હોવાન ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધો હતો . આરોપીનો ઇતિહાસ પોકેટકોપ મારફતે ચેક કરતાં તે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં એટીએમ તોડવાના પ્રયાસમાં અને એ.ડિવિઝન પોલીસ મથકના ફ્રોડ અને ચોરીના ગુનામાં , તાલુકા પોલીસ મથક, સુરતના સલાબતપુરા પોલીસ, કેશોદ પોલીસ સહિતના પોલીસ મથકે છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો હોવાનું પણ ખુલ્યું હતું.