વિકૃત પ્રોઢ પરથી પોલીસે હવસનું ભૂત ઉતાર્યું
રિક્ષા ચાલકની અશ્લીલ હરકતથી બાળકી ડઘાઈ ગઈ : 25 મિનિટ સુધી માસૂમને રૂમમાં પૂરી રાખી બિભસ્ત પજવણી કરી
માનસિક વિકૃત હવે અમુક નરાધમોમાં એટલી હદે ભરાઈ ગઈ છે.કે જધન્ય કૃત્ય કરવામાં જરાક પણ અચકાતા નથી હવે ચોર,ગઠીયા કે લૂંટારા નહિ પરંતુ આવા હવસનો કીડો ધરાવતા માનસિક વિકૃતિઓ પડકાર રૂપ બન્યા છે.તેઓને પકડવા માટે પોલીસને રત દિવસ ઉંધે માથે થવું પડે છે.ત્યારે રાજકોટમાં ફરી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના પોપટપરામાં આવેલી રઘુનંદન સોસાયટી શેરી નં.1માં આવેલા પ્રોવિઝન સ્ટોરની ઉપર રહેતા અને રિક્ષા ચાલક નરાધમે 7 વર્ષની બાળકીને 25 મિનિટ સુધી રૂમમાં પૂરી બીભત્સ હરકતો અને શારીરિક અડપલા કર્યા હતા.જે મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે નરાધમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીના યુસુફ ઈસ્માઈલ જુણાચ (ઉ.54)નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં 7.5 વર્ષની પુત્રીને નજીકની દુકાનમાંથી સોડા લઈ આવવાનું કહ્યું હતું જેથી તેની આ પુત્રી સોડા લેવા ગયા બાદ ઘણા સમય સુધી પરત આવી ન હતી. તે વખતે તેનો પુત્ર રડતો હોવાથી બહાર નીકળી શકી ન હતી પુત્રી સોડા લઈને પરત આવતા તેને કેમ મોડું થયું તેમ પૂછતાં કહ્યું કે દુકાનની કે ઉપર રહેતા રિક્ષાવાળા ભાઈ તેને તેડીને તેના ઘરમાં લઈ ગયા હતો. ત્યારબાદ રૂમ બંધ કરી અને તેના શરીર સાથે અડપલા કર્યા હતા. જેથી તેણે બૂમાબૂમ કરી હતી.
બરાબર તે વખતે કોઈએ રૂમનો દરવાજો ખટખટાવતા રિક્ષાવાળા ભાઈ તેના ઉપરથી ઉભા થઈ ગયા હતા અને દરવાજો ખોલી તેને બહાર કાઢી મૂકી હતી.રિક્ષાવાળા ભાઈએ બળજબરી કરી પેટ અને ડોક ઉપર જોર કર્યું હતું જેથી ત્યાં દુ:ખતું હોવાથી બરાબર ચાલી પણ શકતી ન હતી, માંડ-માંડ ઘરે પહોંચી છે તેમ જણાવતાં તે પુત્રીને લઈને પ્રોવિઝન સ્ટોરની ઉપર મકાન ધરાવતાં યુસુફને ત્યાં ગયા હતા. તે વખતે યુસુફને વાત કરતાં તેણે એવું કહ્યું કે તમારી દિકરી સોડા લઈને જતી હતી ત્યારે પડી ગઈ છે, જેથી મે તેને ઉભી કરી છે પરંતુ હું તેને ઘરમાં લઈ ગયો નથી તેમ કહી મકાનનું બારણું બંધ કરી દીધું હતું. આ પછી તેણે પતિને કોલ કરી બોલાવ્યા હતા.ચર્ચા વિચારણાના અંતે આજે સવારે મહિલા પોલીસ મથકે પહોંચ્યા હતા તે વખતે પી.આઈ. બી. એમ. ઝણકાટે જોતા ભોગ બનનાર બાળકી ધ્રુજતી હતી. જેથી તેને ચોકલેટ વગેરે આપી વિશ્વાસમાં લઈ માહિતી મેળવ્યા બાદ તત્કાળ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી યુસુફની ધરપકડ કરી હતી.તપાસમાં પોલીસે જણાવ્યું કે આરોપીની પત્નીનું બે-ત્રણ વર્ષ પહેલાં અવસાન થયે હતું. આરોપીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર દુબઈ રહે છે અને પુત્રી આરોપીની સાથે રહે છે. આ ઘટના વખતે તે ઘરમાં હાજર ન હતી.આરોપી ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરતો હતો.