પત્નીની મરજી વિરુધ્ધ પતિ દ્વારા કરવામાં આવેલા યોન શૌષણની ઘટના રાજકોટના વિપ્ર પરિવારની શરમજનક ઘટના અંગે હાઇકોર્ટે પુરુષ એ પુરુષ છે, કૃત્ય એ કૃત્ય છે, બળાત્કાર એ બળાત્કાર ગણાવ્યો છે. બળાત્કારના ગુનામાં પતિ, સાસુ અને સસરા સામે નોંધાયેલા ગુનામાં જેલ હવાલે થયેલી પિડીતાની સાસુની જામીન મુકત થવાની અરજી રાજયની વડી અદાલતે ગંભીર અવલોકન કરી નામંજુર કરી છે.

રેપ ઇઝ રેપ…પત્નીની મરજી વિરુધ્ધ પતિ દ્વારા કરેલા દુષ્કર્મને હાઇકોર્ટે ગુનાહીત કૃત્ય ગણાવ્યું

પીડિત પત્નીનું પતિ યોન શૌષણ કરે ત્યારે વૈવાહિક બળાત્કારને કોર્ટે જધન્ય અપરાધ ઠરાવ્યો

રાજકોટના દંપતીની અંગત પળનો પોર્ન વેબસાઇટ બનાવનાર સાસુની જામીન પર છુટવાની અરજી નામંજુર

શહેરની મધ્યમાં આવેલી હોટલના વ્યવસાય સાથે જોડાયેલા વિપ્ર પરિવારના પતિ-પત્નીની અંગત પળનો વીડિયો રેકોર્ડીંગ કરી સગા-સંબંધીઓના વોટસએપ ગૃપમાં વાયરલ કર્યાની અને વેબસાઇટ પર લાઇવ શો કરી કમાણી કરતા હોવાની ચોકાવનારી ફરિયાદ સાયબલ ક્રાઇમમાં નોંધાઇ હતી.

બળાત્કારના ગુનામાં જેલ હવાલે થયેલી પિડીતાની સાસુએ હાઇકોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજી અંગે પતિઓને અપાયેલા અપવાદોને નાબુદ કરી શરમજનક ઘટનાને વૈવાહિક બળાત્કારને હાઇકોર્ટ જસ્ટીશ ડી.એ.જોશીએ ગુનાહીત કૃત્ય ગણાવ્યું છે. અમેરિકા, ન્યુઝીલેન્ડ, ડેન્માર્ક, સોવિયેત યુનિયન, પોલેન્ડ અને ચોકેસ્લોવાકીયા જેવા દેશમાં પણ વૈવાહિક બળાત્કારને ગેરકાયદે ગણવામાં આવે છે. પુરુષ એ પુરુષ છે, કૃત્ય એ કૃત્ય છે અને રેપ ઇઝ રેપ છે પછી તે પતિ દ્વારા પત્ની પર આચરેલુ કૃત્ય હોય તો પણ દુષ્કર્મ જ છે. પત્નીની સહમતિ વિના પતિએ આચરેલા કૃત્યને બળાત્કાર છે અને આવા દુષ્કૃત્યમાં સંડોવાયેલા પતિ સજા માટે જવાબદાર છે. અને તેની સાથે સંડોવાયેલા તમામ શખ્સો એટલા જ જવાબદાર હોવાનું ઠરાવી પિડીતાની સારુની જામીન પર છુટવાની અરજીને નામંજુર કરવામાં આવી છે.

સસરાએ પુત્રવધુના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા’તા

પિડિતાના સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા. જેનો પિડિતાએ  વિરોધ કરતા પતિએ કહ્યું કે, પપ્પાએ ફીટ કરાવ્યા છે એટલે ભલે રહ્યા. આ પછી તે પતિ સાથે ફિઝિકલ રીલેશન બાંધતી ત્યારે સસરા પોતાના રૂમમાં સ્ક્રિનમાં આ દ્રશ્યો જોતા હતા. એક દિવસ પતિ અને સસરા તેને હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેના સસરાએ અગાઉથી ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. સસરાએ તે બતાવી તેને કહ્યું કે, મારો પુત્ર આ કોલગર્લ સાથે જે રીતે સેક્સ કરે તે રીતે તારે તેની સાથે ઘરે સેક્સ કરવાનું છે, જ્યારે તેનો પતિ ત્રીજી કોલગર્લ લઈને બીજા રૂમમાં જતો રહ્યો હતો.

પતિએ તેને તે રૂમમાં આવવાનું કહ્યું હતું. તેણે ઈન્કાર કરતા બળજબરીથી લઈ ગયો હતો. જ્યાં તેના પતિએ કોલગર્લ સાથે જુદી-જુદી રીતે સેક્સ કરી તેને પણ ઘરે આ રીતે સેક્સ કરવું પડશે તેમ કહ્યું હતું. આ પછી પતિ ઘરે બળજબરી કરીને તેની ઈચ્છા વિરૂદ્ધ જુદી-જુદી રીતે સેક્સ કરી હેરાન કરતો હોવાની ફરીયાદમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.