યુવાનની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયો
૧૫ના રોજ સાંજ ના ૬-૦૦ થી ૬-૩૦ વાગ્યા નાં સમય દરમ્યાન ગોંડલ સરકારી હોસ્પિટલ સામે નદી વિસ્તાર નાં ખાડામાં રહેતા સન્ની રામજી મકવાણા(દેવીપૂજક)નામનો યુવાન પોતાના ઘેર હતો તે દરમ્યાન ચાર શખ્સો મારુતિ કારમાં ધસી આવ્યા હતા અને સન્ની રામજી મકવાણા ને ધોકા અને પાઈપ વડે માર મારી તેને ઢસડીને સરકારી હોસ્પિટલ સામે રોડ ઉપર પડેલી પોતાની ગાડીમાં ઉપાડી જવાની કોશીશ કરતા સન્ની રામજી ગાડી મા થી ધક્કા મુકી કરી ને બહાર નીકળી ગયેલ તે દરમ્યાન હુમલા માં સામેલ સિકંદર સલીમભાઈ શેખા એ સન્ની રામજી મકવાણા ને છરી ના ઘા મારી દેતા સન્ની ત્યાં જ લોહી લુહાણ હાલત માં પડી ગયેલ આ સમયે ત્યાં દોડી આવેલ સન્નીના ભાઈઓ ને પણ હુમલો કરવા આવેલ શખ્સો છરી વડે મારવા દોડેલ સન્ની ના ભાઈઓ ત્યાંથી ભાગી જતા આવેલ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી મારૂતિ કાર માં ચાલ્યા ગયેલ…
સન્ની રામજી મકવાણા ને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ની મધુરમ પ્રાઇવેટ હોસ્પિટલ માં દાખલ કરેલ છે.ત્યાં આજે ગોંડલ સીટી પી.આઈ.રામાનુજ સાહેબ સન્ની રામજી અને તેના પરિવાર ની ફરિયાદ લેવા દોડી ગયેલ. ખુની હુમલો કરનાર ચાર શખ્સો હતા જેમાં (૧) સિકંદર સલીમભાઈ શેખા(મેમણ)રહે, વોરા શેરી,ગોંડલ (૨) રવુફ સલીમભાઈ શેખા(મેમણ) રહે.વોરા શેરી, ગોંડલ, તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો હોવાનું જાણવા મળેલ છે…