મકાનના ફળીયામાં જ ગાંજાનું વાવેતર કર્યુ:12 કિલો 361 ગ્રામ લીલો અને સુકો ગાંજો કબ્જે
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર નજીક આવેલા નગડીયા ગામના શખ્સે પોતાના જ મકાનના ફળીયામાં ગાંજાનું વાવેતર કર્યાની બાતમીના આધારે એએસજી સ્ટાફે દરોડો પાડી રૂા.12.36 લાખની કિંમતના 12 કિલો 361 ગ્રામ લીલા અને સુકા ગાંજા સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નગડીયા ગામની શાળા નંબર 2 પાસે રહેતા લખમણ ઠેબા ખીસ્તરીયા નામના શખ્સે પોતાના મકાનમાં ગાંજાનું વાવેતર કર્યાની બાતમીના આધારે એસઓજી પી.એસ.આઇ. પી.સી.સીંગરખીયા સહિતના સ્ટાફે ગાંજા અંગે દરોડો પાડયો હતો.
લખમણ ખીસ્તરીયાએ પોતાના મકાનના ફળીયામાં 47 જેટલા ગાંજાના છોડ વાવેલા મળી આવ્યા હતા અને અમુક ગાંજાના છોડની સુકવણી કરેલી મળી આવી હતી. પોલીસે રૂા.12.36 લાખની કિંમતના ગાંજા સાથે લખમણ ખીસ્તરીયાની ધરપકડ કરી છે.