મોરબી વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આર.ટી.ઓ. ઓફીસ નજીક આવેલ પુલના છેડા પાસેથી સ્કોર્પીયો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ અને સ્કોર્પીયો કાર સહિત રૂપિયા ૨.૨૮ લાખના  મુદ્દામાલ સાથે એક આરોપીને મોરબી એલ.સી. બી.એ ઝડપી લીધો હતો.

બનાવની મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા સુચના મુજબ હાલમાં મોરબી માળિયા મિ. વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુરી થાય માટે મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલસીબી. મોરબીના ઇશ્વરભાઇ કલોતરા તથા ભરતભાઇ જીલરીયા ખાનગી બાતમી મળેલ કે, સ્કોર્પીયો કાર નંબર GJ ૧૦ ac ૫૦૦૬ વાળીનો ચાલક અંગ્રેજી દારૂનો જથ્થો ભરી રવિરાજ ચોકડી થી મોરબી તરફ જનાર છે. જેથી મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર જુની આર.ટી.ઓ ઓફીસ નજીક આવેલ પુલના છેડે પાસે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વોચ તપાસમાં હતા. દરમ્યાન આરોપી રવિરાજસિંહ દાદુભા જાડેજા ઉ.વ. ૨૯ ધંધો ખેતી રહે. નોદાગામ જાડેજાવાસ તા.રાપર જી.ભુજ (કચ્છ) વાળાની કબજા ભોગવટા વાળી કોર્પયો કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૯૬ કિમત રૂપિયા ૨૮,૮૦૦ તથા સ્કોર્પીયો કાર કીમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ.૨,૨૮,૮૦૦/-  સાથે આરોપીને પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.