રાજકોટ રહેતા અને ટૂર એન્ડ ટ્રાવેલ્સની પેઢી ચલાવતા યુવકને જુનાગઢમાં રહેતા સ્કૂલ સમયના પરમ મિત્રએ વાર્ષિક ૨૪ ટકા લેખે વળતર આપવાની લાલચ આપી કટકે કટકે રૂ.૬૫ લાખ પડાવ્યા હતા બાદ છેલ્લા બે વર્ષમાં વળતર પણ ન આપ્યું હતું.અને મુદત આપવામાં સમયે હાથ ઊંચો કરી દેતા યુવક દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી જુનાગઢના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

વાર્ષિક ૨૪ ટકા લેખે વળતર આપવાનું કહી પૈસા પડાવી હાથ ઉચા કરી દેતા ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગુનો નોંધ્યો

વિગતો અનુસાર રાજકોટમાં એરપોર્ટ રોડ પર અભિલાષા સોસાયટીમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરતા હિરેનભાઇ મહેન્દ્રભાઇ શુકલ નામના યુવાને તેના જ સ્કૂલ સમયના મિત્ર સમૃધ્ધ ભટ્ટ સામે રૂ.65 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં સ્કૂલ કાળમાં સાથે ભણતો સમૃધ્ધ રાજકોટમાં ઘર પાસે જ રહેવા આવ્યો હોય તેનો ભેટો થઇ ગયો હતો. બાદમાં બંને ભેગા થતા તેની પત્નિ અંજના અને માતા શોભનાબેન પ્રકાશભાઇ ભટ્ટના નામથી પ્રકાશ ટ્રેડર્સ એન્ડ હોસ્પિટાલીટીના નામથી પેઢી ધરાવે છે. જેની પાવર ઓફ એટર્નીપોતાની પાસે હોવાની વાત કરી હતી. તેમજ પોતાની પેઢીમાં રોકાણ કરવાથી સારૂ વળતર ચૂકવતા હોવાનું કહ્યું હતું.

સ્કૂલકાળનો મિત્ર હોય તેના 1 પર વિશ્વાસ આવી જતા તેની વાતમાં સહમત થયો હતો. જેથી સમૃધ્ધ વાર્ષિક 24 ટકા જેટલું ઉંચુ વળતર આપવાની વાત કરતા કટકે કટકે સમૃધ્ધને 2018થી 2020ના સમયમાં પોતાના અને ભાઇ હિતેશભાઇના ખાતામાંથી કુલ રૂ.65 લાખની રકમ આપી હતી. શરૂઆતમાં સમૃધ્ધે થોડુ થોડુ વળતર આપવાનું ચાલુ રાખ્યુ હતુ. સમૃધ્ધને એગ્રીમેન્ટ કરવાની વાત કરતા તે બિમાર પડી જતા થઇ શકયુ ન હતું.

બાદમાં 2021માં સમૃધ્ધે વળતર આપવાનું બંધ કરી દઇ તે જૂનાગઢ જતો રહ્યો હતો. ત્યાર બાદ અનેક વખત સંપર્ક કરવા છતા તેને યોગ્ય જવાબ આપ્યો ન હતો. અને મુદલ રકમ પણ પરત દેવા તે બહાના બતાવતો રહેતો હતો.જ્યારે યુવક અનેક વાર ફોન કરી પૈસા પરત માગતો ત્યારે આ શખ્સ સમય માગ્યા રાખ્યો હતો અને અંતે યુવકની નંબર બ્લોક કરી નાખતા તેને કંટાળીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.