હાલમાં દિલ્હીમાં એક અજબ ઘટના જોવા મળી છે. ગરમીના વધારા સાથે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.આ તાપમાન સહન ના થતા એક માણસ દિલ્હીના દ્વારકા વિસ્તરમાં કકરૌલા ગામમાં આવેલા મંદિરમાં કુહાડી લઈ ભગવાનની મૂર્તિઓ તોડવા પોહચી ગયો. તેને કુહાડી વડે ત્રણ મૂર્તિઓ તોડી નાખી.
13 એપ્રિલના રોજ રાબેતા મુજબ મંગળવારે સવારે પુજારી મંદિર પહોંચ્યા ત્યારે જોયું કે ઘણી મૂર્તિઓ તૂટી ગઈ છે. આ સમાચાર વિસ્તારમાં ફેલાતાની સાથે જ ઘણા લોકો એકઠા થઈ ગયા. આખરે આ પુરી ઘટનાની છાનભિન કરવા પોલીસને બોલાવામાં આવી.
પોલીસે તાપસ હાથધરી, મંદિરના CCTV કેમેરાના ફૂટેજ જોયા. એમાં તેને એક માણસ મૂર્તિ તોડતો નજર આવે છે. આ માણસનું નામ મહેશ છે, જે મોચી કામ કરે છે. થોડી ક્ષણોમાં પોલીસે આ શખ્સની ધરપકડ કરીને કારણ પૂછ્યું તો તેને એક વિચિત્ર દલીલ આપતા કહ્યું કે, “લાંબા સમયથી વરસાદ પડ્યો નથી, ગરમી વધી રહી છે, તેથી આ બધાનો ગુસ્સો ભગવાન પર ઉતારવા માટે મૂર્તિઓ તોડી નાખી.”
DCP સંતોષકુમાર મીણા એ જણાવ્યું હતું કે, “મહેશ વિરુદ્ધ મંદિરના પૂજારીએ કેસ નોંધાવ્યો છે. IPCની કલમ 295(ધર્મનું અપમાન કરવાના હેતુથી પૂજા સ્થળને નુકસાન) અને 295 A (ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી)લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો. મૂર્તિને તોડવા માટે વપરાયેલી કુહાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે.