પાડોશી વેપારીએ કાઢી મૂકેલા કર્મચારીને દુકાને બેસાડતા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં લાખાજીરાજ રોડ પર નિશા લેડીઝ વેર નામે દુકાન ધરાવતા અને રેલનગર વિસ્તારમાં રહેતા વેપારી પર પાડોશમાં રહેતા વેપારીએ ” હું કવ તેમ જ તારે દુકાન ચલાવાની ” તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ રેલનગરમાં રહેતા અને લાખાજીરાજ રોડ ઉપર નિશા લેડીઝ વેર નામે વેપાર કરતા હરર્પિતભાઈ નરેન્દ્રભાઈ સલુજા નામના વેપારીએ ઇમરાન મદમદભાઈ બેલીમ સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું હતું કે સવારે પોતે તેની દુકાનના સેલ્સમેન આશિષ , નીલેશ અને આશિષના મિત્ર અરમાન સાથે દુકાનમાં બેઠા હતા
ત્યારે અરમાન મારી દુકાનની નજીક આવેલ એન્જલ નામની કપડાની દુકાનમાં કામ કરતો હોય તેને છૂટો કરી દીધો હોય તે દુકાને બેઠો હતો ત્યારે એન્જલમાં કામ કરતો ઇમરાન આવેલ અને ઝઘડો કરી અરમાનને માર માર્યો હતો અને તું મારી દુકાનના માણસોને કેમ બેસાડે છે. તેમ કહી મને મારી મારી નાખવાની ધમકી આપે હું કહું તેમ જ તારે દુકાન ચલાવવાનું કહી ધમકી આપતા તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.