- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે મોટી દુર્ઘટના
- 2 પિલર વચ્ચે ક્રેઈન તૂટી પડી, અનેક ટ્રેન કેન્સલ કરાઈ
અમદાવાદ: શહેરના વટવા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા નિર્માણકાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે, બે પિલર વચ્ચેના સ્લેબને જોડતી ક્રેઈન અચાનક તૂટી પડતા નિર્માણ કાર્ય પર અફરાતફરી મચી ગઈ હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ હોવાના સમાચાર જાણવા મળ્યા નથી. જોકે, ક્રેઈન તૂટી પડતા કેટલીક ટ્રેનોને અસર પડી છે.
રોપડા ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણના કાર્ય દરમિયાન બે પિલર વચ્ચે સ્લેબને જોડતી ક્રેઈન એકાએક તૂટી પડી હતી. દૂર્ઘટનાને પગલે સંબંધીત અધિકારીઓ દોડી આવ્યા હતાં.
અમદાવાદ ન્યુઝ : અમદાવાદના વટવા ખાતે રવિવારે મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગેન્ટ્રી ધરાશાયી થયો હતો. જેને કારણે અન્ય ટ્રેન વ્યવહારને અસર થઈ છે. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ડાયવર્ટ કરાઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ અકસ્માતને પગલે 15 ટ્રેનો આંશિંક રદ, 6 ટ્રેનોને રિશિડ્યુલ અને 6 ટ્રેનોનો રૂટ બદલવામાં આવ્યો છે.
ટ્રેનોની અવર-જવરને અસર
Train services on down-line between Vatva-Ahmedabad are affected as one of the Segmental Launching Gantry working in vicinity of this line accidentally skid from its position while retracting after completing the launching of the girder. @WesternRly @RailMinIndia pic.twitter.com/cG9j2ST4Uw
— DRM Ahmedabad (@drmadiwr) March 24, 2025
બીજી બાજુ મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.
કેવી રીતે ઘટી દુર્ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર રવિવારની મોડી રાત્રે, અમદાવાદના વટવા નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રી લપસીને પડ્યું હતું. આ અ*કસ્માત રાત્રે 11:00 વાગ્યાની આસપાસ થયો હતો, જેના કારણે મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનોના સંચાલનને અસર થઈ હતી. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, ડાયવર્ટ કરવામાં આવી છે અથવા ટૂંકા સમય માટે ટર્મિનેટ કરવામાં આવી છે.
રેલવે કામગીરી પર થઈ મોટી અસર
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોન્ક્રીટ ગર્ડર લોંચ કર્યા પછી ગેન્ટ્રી પાછી ખેંચવામાં આવી રહી હતી ત્યારે તેનું સંતુલન ગુમાવ્યું અને પડી ગયું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં બુલેટ ટ્રેનના નિર્માણાધીન વાયડક્ટને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ નજીકના રેલ્વે ટ્રેકને નજીવું નુકસાન થયું હતું, જેના કારણે રેલ્વે કામગીરીને અસર થઈ હતી.
રેલવે મુસાફરી ખોરવાઈ, કેટલીક ટ્રેનો રદ અને કેટલીક કરાઈ ડાયવર્ટ
ગેન્ટ્રી તૂટી પડતાં વટવા-અમદાવાદ ડાઉન-લાઈનને અસર થઈ છે, જેના કારણે અપ-લાઈન પરથી કેટલીક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે પ્રશાસને તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેન (ART)ને રવાના કરી અને નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.
કેટલીક ટ્રેનો કેન્સલ, શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ કરવામાં આવી છે
રદ કરાયેલી ટ્રેનો (24/03/2025)
- ટ્રેન નંબર 12931 (મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ) ડબલ ડેકર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19033 (વલસાડ-અમદાવાદ) ગુજરાત ક્વીન
- ટ્રેન નંબર 22953 (મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ) ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20959 (વલસાડ-વડનગર) વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ
શોર્ટ ટર્મિનેટેડ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 19417 (મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ)ને વડોદરા જંક્શન (BRC) ખાતે ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી હતી.
- ટ્રેન નંબર 14702 (બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર) અરવલી એક્સપ્રેસને વડોદરા જંક્શન (BRC) – રતલામ (RTM) – ચંદેરિયા (CNA) – અજમેર જંક્શન (AII) થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.
- મુસાફરોની મદદ માટે મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, ઉધના જંકશન અને સુરત રેલ્વે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.
અધિકારીઓની તકેદારી, તપાસ ચાલુ
મળતી માહિતી અનુસાર, NHSRCL એ ખાતરી આપી છે કે બુલેટ ટ્રેન વાયડક્ટને કોઈ નુકસાન થયું નથી અને શક્ય તેટલી વહેલી તકે રેલ્વે કામગીરી સામાન્ય કરવા માટે પ્રયાસો ચાલુ છે. NHSRCLએ જણાવ્યું હતું કે, ’23/03/2025 ના રોજ રાત્રે 11 વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર્સ સ્થાપિત કર્યા પછી પાછી ખેંચી રહી હતી, ત્યારે તે લપસીને પડી ગઈ હતી. આ ઘટનાથી નજીકની રેલ્વે લાઈન પ્રભાવિત થઈ છે. NHSRCLના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર નજર રાખી રહ્યા છે. આ દુર્ઘટનાથી મોટી જાનહાની ટળી હતી આ અ*કસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને બાંધકામ હેઠળના માળખાને કોઈ નુકસાન થયું ન હતું.
હાલમાં રેલ્વે અધિકારીઓ અને NHSRCL ટીમ અસરગ્રસ્ત વિભાગને વહેલી તકે સાફ કરવામાં અને કામગીરીને સામાન્ય કરવામાં વ્યસ્ત છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને અપડેટ કરેલ સમયપત્રક તપાસવાની સલાહ આપવામાં આવી છે.