- મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર નજીક નારાયણપુરના અબુઝમાદમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ,
- ઓપરેશન દરમ્યાન 8 નક્સલવાદીઓ ઠાર
નેશનલ ન્યૂઝ : નક્સલવાદીઓ વિરુદ્ધ પોલીસનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. 2 દિવસથી ચાલી રહેલા આ ઓપરેશનમાં નારાયણપુર, કોંડાગાંવ, કાંકેર, દંતેવાડા જિલ્લાના DRG, STF, ITBPના જવાનો સામેલ છે. અબુઝમાદના કોડમેટા વિસ્તારમાં અભિયાન ચાલી રહ્યું છે. છત્તીસગઢના નારાયણપુર પોલીસ સાથેની અથડામણમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ અથડામણમાં બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસથી નક્સલ ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અબુઝહમદના કુતુલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
નારાયણપુરમાં નક્સલી એન્કાઉન્ટરઃ ઘટનાની પુષ્ટિ કરતા એસપી પ્રભાત કુમારે જણાવ્યું કે, નારાયણપુરના અબુઝહમદ વિસ્તારના કુતુલ, ફરસાબેડા, કોડમેટા વિસ્તારમાં શનિવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 12 જૂનથી, નારાયણપુર, કોંડાગાંવ, કાંકેર અને દંતેવાડા જિલ્લાના DRG, STF અને ITBP 53મી કોર્પ્સ દ્વારા આ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી અવાર-નવાર એન્કાઉન્ટર ચાલુ છે.