પશ્ચિમ બંગાળની રાજધાની દક્ષિણી કોલકાતાના તારતલા વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ 4:30 કલાકે માજેરહાટ ફ્લાઇઓવરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. તો અનેક લોકો કાટમાળમાં દબાયાં હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર પોલીસ પ્રશાશન પહોંચી ચૂક્યું છે. રાહત અને બચાવ કામગીરી શરુ થઇ ચુકી છે. હાલ છ લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે, જેઓની હાલત ગંભીર છે. આ પુલ તારા તલા અને મોમીનપુરને જોડે છે. આ પુલનું નિર્માણ 1970 દરમિયાન કરવામાં આવ્યું હતું.
Majerhat bridge in South Kolkata has collapsed. More details awaited. #WestBengal pic.twitter.com/9RFf7hrxCf
— ANI (@ANI) September 4, 2018
#SpotVisuals: Majerhat bridge in South Kolkata has collapsed. More details awaited. #WestBengal pic.twitter.com/FsZGeImE4o
— ANI (@ANI) September 4, 2018
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં તાજેતરનાં દિવસોમાં પૂલ તૂટવાની આ ત્રીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા પણ 2016માં કોલકત્તામાં જ પુલ પડવાથી 12 લોકોનાં મોત થયાં હતા જ્યારે અંદાજે 100 લોકો ઘાયલ થયાં હતાં.