- ઇથોપિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ
- કાર-બસ વચ્ચે ટક્કર બાદ બંને નહેરમાં ખાબકતા 66 લોકોના મો*ત
આજકાલ અકસ્માતના બનાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર ઇથોપિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 60 થી વધુ લોકોના મો*ત થયા હતા. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં આ અકસ્માત થયો હતો. તેમજ આ એક કાર દુર્ઘટના હતી જેમાં 66 લોકોના મો*ત થયા. આ ઉપરાંત આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, દક્ષિણ ઈથોપિયામાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 66 લોકોના મૃ*ત્યુ નિપજ્યા હતા. આ દરમિયાન એક કાર અને મુસાફરોથી ભરેલી બસ વચ્ચે ટક્કર સર્જાયા બાદ બંને વાહનો કેનાલમાં ખાબકી ગયા હતા. આ દરમિયાન લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 66 લોકોના મો*ત થઈ ચૂક્યા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અહેવાલો અનુસાર, દક્ષિણ ઈથોપિયાના અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં બોના ઝુરિયા વોર્ડાના ગેલમાં આ અકસ્માત સર્જાયો હતો. તેમજ આ દુર્ઘટના અંગે સિદામા રીજનલ હોસ્થ બ્યુરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માતની પુષ્ટિ કરી હતી. તેમજ અકસ્માતનો ભોગ બનેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઈથોપિયામાં માર્ગ અકસ્માતો સામાન્ય છે.
ઇથોપિયામાં નેશનલ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 66 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા દ્વારા જારી કરાયેલા રીલિઝ અનુસાર, આ અકસ્માત દક્ષિણ ઇથોપિયામાં થયો હતો. એક કાર અને લોકોથી ભરેલા વાહનનો અકસ્માત થયો હતો. ટક્કર બાદ કાર અને બસ કેનાલમાં પડી ગયા હતા. લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી પીડિતોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 66 લોકોના મો*ત થઈ ચૂક્યા હતા. 4 લોકોની સ્થાનિક બોના જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.